Bank Holidays in December 2021 : ડિસેમ્બર મહિનામાં છે 12 બેંક હોલી ડે, જાણો કઇ તારીખે રહેશે રજા
જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશે.
Bank Holidays in December 2021 : જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. ઘણી રજાઓ સતત પડી રહી છે. આવી સ્થિતિમાં બેંક સંબંધિત કામ સમયસર પતાવી લેવું હિતાવહ રહેશે.

ડિસેમ્બર 2021માં આવતી બેંક રજાઓ
નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરાયેલી રજાઓને કારણે દેશભરની તમામ બેંક 12 દિવસ સુધી બંધ રહેશે નહીં. કેટલીક રજાઓ પ્રાદેશિક હોય છે. જેનો અર્થ એ થયો કે, કેટલાક રાજ્યોમાં માત્ર કેટલાક દિવસ સુધી બેંક બંધ રહેશે, પરંતુ અન્ય રાજ્યોમાં તમામ બેંકિંગ કામગીરી રાબેતા મુજબ ચાલું રહેશે.
- 3 ડિસેમ્બર : પણજીમાં ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર બેંક બંધ રહેશે.
- 5મી ડિસેમ્બર : રવિવારની સાપ્તાહિક રજા રહેશે.
- 11 ડિસેમ્બર : મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
- 12 ડિસેમ્બર : રવિવારની સાપ્તાહિક રજાના દિવસે બેંકમાં કોઈ કામ નહીં થાય.
- 18 ડિસેમ્બર : યુ સો સો થમની પૂણ્યતિથિએ શિલોંગમાં બેંક બંધ રહેશે.
- 19 ડિસેમ્બર : સાપ્તાહિક રજાના દિવસે રવિવારના રોજ કામ બંધ રહેશે.
- 24 ડિસેમ્બર : ક્રિસમસ પર આઈઝોલમાં બેંક બંધ રહેશે.
- 25 ડિસેમ્બર : ક્રિસમસ પર બેંગ્લોર અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંક બંધ રહેશે.
- 26 ડિસેમ્બર: રવિવાર એ સાપ્તાહિક રજા છે.
- ડિસેમ્બર 27 : ક્રિસમસની ઉજવણીને કારણે આઈઝોલમાં બેંક બંધ રહેશે.
- ડિસેમ્બર 30 : યુ ક્વિઆંગ નોંગબાહ પર શિલોંગમાં બેંક બંધ રહેશે.
- ડિસેમ્બર 31 : નવા વર્ષની સાંજે આઈઝોલમાં બેંકમાં કોઈ કામ નહીં થાય.












Click it and Unblock the Notifications
