For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Strike Today : બેંક કર્મચારીઓની આજથી દેશવ્યાપી હડતાળ, સતત 4 દિવસ બેંક રહેશે બંધ

જો આ અઠવાડિયે તમારું બેંક સંબંધિત કામ અટકી ગયું છે, તો તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે દેશભરમાં બેંકની હડતાળ છે. આ સપ્તાહમાં બે દિવસ બેંકોના કામકાજને અસર થશે.

|
Google Oneindia Gujarati News

Bank Strike Today : જો આ અઠવાડિયે તમારું બેંક સંબંધિત કામ અટકી ગયું છે, તો તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે દેશભરમાં બેંકની હડતાળ છે. આ સપ્તાહમાં બે દિવસ બેંકોના કામકાજને અસર થશે. આવી સ્થિતિમાં બેંકમાં જતા પહેલા તમારે બેંક હડતાલની તારીખ જોઈ લેવી જોઈએ, જેથી તમને ચિંતા ન કરવી પડે અને તમે બેંકની હડતાલ અનુસાર તમારું કામ પતાવી શકો.

આ અઠવાડિયે બેંકની હડતાળ

આ અઠવાડિયે બેંકની હડતાળ

આ અઠવાડિયે 16 અને 17 ડિસેમ્બરના રોજ બેંક હડતાળ રહેશે. આ હડતાળમાં દેશભરના બેંક કર્મચારીઓ ભાગ લેશે. બેંક કર્મચારીઓ આ અઠવાડિયે 16 ડિસેમ્બર અને17 ડિસેમ્બરના રોજ હડતાળ પર જઈ રહ્યા છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ આ બેંક માટે હાકલ કરી છે. આ બે દિવસીય હડતાલ જાહેર ક્ષેત્રનીબેંકના ખાનગીકરણના વિરોધમાં બોલાવવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરસીએ આ વખતે કહ્યું કે, સરકાર જાહેર ક્ષેત્રની બેંકનું સતત ખાનગીકરણ કરીરહી છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. જો સરકાર પોતાનો નિર્ણય નહીં બદલે તો અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવશે.

SBI બેંક ખાતા ધારકો ધ્યાન આપો

SBI બેંક ખાતા ધારકો ધ્યાન આપો

આ હડતાળમાં દેશભરના બેંક કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વતી એવું કહેવામાં આવ્યું છે કે, તેઓએ તેમની તરફથી તમામ વ્યવસ્થાઅને જરૂરી વ્યવસ્થા કરી લીધી છે.

જેના કારણે હડતાળના દિવસે ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જો કે આ હડતાલ બેંક એમ્પ્લોઈ યુનિયન દ્વારાબોલાવવામાં આવી હતી, પરંતુ આવી સ્થિતિમાં બેંકના કામકાજને અસર થઈ શકે છે.

બજેટમાં બે બેંકના ખાનગીકરણની જાહેરાત

બજેટમાં બે બેંકના ખાનગીકરણની જાહેરાત

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ દરમિયાન વધુ બે જાહેર ક્ષેત્રની બેંકના ખાનગીકરણની જાહેરાત કરી હતી. જંગી NPAનો બોજ ઘટાડવા માટે સરકારબેંકના ખાનગીકરણનો માર્ગ પસંદ કરી રહી છે.

સરકાર બે જાહેર ક્ષેત્રની બેંકના ખાનગીકરણથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લખનીયછે કે, સરકારે છેલ્લા 4 વર્ષમાં અત્યાર સુધીમાં 14 જાહેર ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ કર્યું છે.

સતત 4 દિવસ બંધ રહેશે બેંક

સતત 4 દિવસ બંધ રહેશે બેંક

ઉલ્લેખનીય છે કે, 2 દિવસની હડતાળ બાદ આ સપ્તાહમાં સતત 4 દિવસ બેંક બંધ રહેવા જઈ રહી છે.

  • 16 ડિસેમ્બર - બેંકની દેશવ્યાપી હડતાળ
  • 17 ડિસેમ્બર - બેંકની દેશભરમાં હડતાલ
  • 18 ડિસેમ્બર - શિલોંગમાં યુ સો સો થમની જન્મજયંતિના કારણે બેંક બંધ રહેશે.
  • 19 ડિસેમ્બર - રવિવાર

English summary
Bank Strike Today: Bank employees strike across the country from today, the bank will be closed for 4 consecutive days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X