બેંકના કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: પગાર વધારાની માંગને લઇને બેંક યુનિયનોએ આજથી બે દિવસની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આનાથી બેંકોમાં કામકાજને અસર પડી શકે છે. યૂનાઇડેટ ફોરમ ઓફ બેંક યૂનિયન (યૂએફબીયૂ)ના સંયોજક એમ વી મુરલીએ જણાવ્યું હતું કે મુખ્ય શ્રમ કમિશ્નર સમક્ષ 6 ફેબ્રુઆરીના રોજ ભારતીય બેંક સંઘ (આઇબીએ)ની સાથે સમાધાન મીટીંગ નિષ્ફળ રહી. બેઠકમાં આઇબીએ વેતનમાં 10 ટકાના વધારાના પ્રસ્તાવમાં કોઇ સુધારો આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે બેઠકનું કોઇ પરિણામ આવ્યું નથી. જેથી યૂએફબીયૂએ 10 ફેબ્રુઆરીથી બે દિવસની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોએ હડતાળના લીધે ઉભી થનાર અસુવિધા વિશે ગ્રાહકોને પહેલાંથી માહિતગાર કરી દિધા છે. ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક તથા એક્સિસ બેંકમાં કામકાજ સામાન્ય રહેવાની સંભાવના છે.

ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફિસર્સ ફેડરેશન તથા ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન હડતાળમાં સામેલ છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સના મહાસચિવ અશ્વિની રાણાએ કહ્યું હતું કે બેંક મેનેજમેન્ટની વધતા ફુગાવાને અનુરૂપ નથી, યૂનિયન હડતાળ પર જવ માટે મજબૂર છે.
આ પહેલાં 14 ડિસેમ્બરના રોજ આઇબીની સાથે પગારો વધારાના મુદ્દે વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ સાર્વજનિક વિસ્તારના બેંક કર્મચારી 18 ડિસેમ્બરના રોજ એક દિવસની હડતાળ પર હતા. બેંક કર્મચારીઓની વેતન સમીક્ષા નવેમ્બર 2012થી પેન્ડિંગ છે. યૂએફબીયૂ નવ બેંકોના કર્મચારી તથા અધિકારીઓના યૂનિયનોનું સામાન્ય પ્લેટફોર્મ છે. દેશમાં સાર્વજનિક ક્ષેત્રની 27 બેંક છે જેમાં લગભગ 8 લાખ કર્મચારી કાર્યરત છે.












Click it and Unblock the Notifications
