બેંક નિફ્ટીનો નવો રેકોર્ડ; બેંકિંગ સ્ટોક્સમાં તેજી આગળ વધશે
આ સપ્તાહમાં બેંકિંગ નિફ્ટીમાં તેજીએ તરખાટ મચાવ્યો હતો. જેના પગલે બેંકિંગ નિફ્ટી 19000ને પાર કરી ગયો હતો. આ કારણે ડીલર્સ બેંકિંગ સ્ટોક્સમાં તેજી આગળ વધવાનું જોઇ રહ્યા છે. આ તેજી માટે અનેક કારણો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે કેટલીક ખાનગી સેક્ટરની બેંકોમાં તેજીની અસર વિશેષ રીતે જોવા મળી શકે છે.
વ્યાજદરમાં ઘટાડો થવાની પૂરી સંભાવના છે. કારણ કે ફુગાવો સતત ઘટી રહ્યો છે. વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પર પહોંચી ગયો છે. જે રોકાણકારો માટે સારી બાબત છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ફેબ્રુઆરીના પ્રારંભમાં બેઠક યોજશે અને નવી નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઇ ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી પૂરી શક્યતા છે. મહત્વની બાબત એ છે કે આરબીઆઇએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નાણાકીય નીતિને બાજુ પર રાખીને પણ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે... આ બાબત સ્પષ્ટ સૂચવે છે કે આરબીઆઇ આર્થિક નીતિની જાહેરાત પહેલા પણ વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.
આમ કરવાને કારણે આગામી થોડા મહિનાઓ સુધી ફુગાવો નરમ રહે તેવી ધારણા છે.માનવામાં આછે કે અર્થ તંત્રમાં વ્યાજના દરો ઓછામાં ઓછા 10 ટકા જેટલા ઘટશે. જ્યારે વ્યાજદર ઘટશે ત્યારે બેંકો તેમનું માર્જિન વધારીને નફો કરી શકશે.
સરકાર પીએસયુ બેંકોના સુધારાની તરફેણમાં
સરકાર પીએસયુ બેંકોની સ્થિતિ સુધારવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. માનવામાં આવે છે કે બેંકિંગ સેક્ટરમાં રિફોર્મ માટે પુનામાં આયોજિત બે દિવસની જ્ઞાન સંગમ કાર્યશિબિરમાંથી સકારાત્મક સૂચનો બહાર આવશે. જેમાં બેંકોની નોન પરફોર્મિંગ એસેટ ઘટાડવી, બેંકોના ડૂબેલા નાણા પરત લાવવા.
શું ખરીદી શકાય?
છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રાઇવેટ સેક્ટર્સની બેંકોએ તેજીની દોડ લગાવી છે. જેના કારણે એચડીએફસી બેંક, ઇન્ડુસઇન્ડ બેંકના શેર્સ મોંઘા થયા છે. જેના કારણે બેંકોના શેર્સ ખરીદવાનું ખર્ચાળ બન્યું છે. આમ છતાં બેંકિંગ ક્ષેત્રના શેર્સ ફાયદાકારી છે.












Click it and Unblock the Notifications
