For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ

આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકો આજથી 5 દિવસ સુધી બંધ રહેશે. 21 ડિસેમ્બરથી અધિકારીઓના એક યૂનિયને પોતાની માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે, જેને પગલે આજ બેંકમાં કોઈપણ પ્રકારની કામગીરી થશે નહિ. પાંચ દિવસમાં માત્ર વચ્ચે એક દિવસ માટે બેંક ખુલશે. એવામાં વર્ષના અંતમાં બેંકમાં કોઈ જરૂરી કામના ઈંતેજારમાં બેઠેલા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પાંચ દિવસોમાં વિવિધ માગને લઈ બે દિવસ બેંકોની હડતાળ છે અને બાકી ત્રણ દિવસ રજા છે.

વચ્ચે એક દિવસ જ ખુલશે બેંક

વચ્ચે એક દિવસ જ ખુલશે બેંક

બેંકોમાં પાંચ દિવસની રજાને પગલે લોકોને રોકડની તકલીફ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરે પોતાની માગણીઓને લઈને બેંક અધિકારીઓના એક યૂનિયને હડતાળ બોલાવી છે. જે બાદ 22 ડિસેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે સરકીર રજાને કારણે બેંકો બંધ રહેશે. આગલા દિવસે 23 ડિસેમ્બરે રવિવાર હોવાથી બેંકો નહિ ખુલે. જે બાદ 24 ડિસેમ્બરે બેંકો ખુલશે અને કામકાજ થશે. જો કે સોમવારે 3 બેંક ખુલ્યાની સાથે બેંકોમાં ભીડ રહી શકે છે.

રોકડની તકલીફ પડી શકે

રોકડની તકલીફ પડી શકે

સોમવાર પછી ફરી બે દિવસ માટે બેંકો બંધ રહેશે. 25મી ડિસેમ્બરે ક્રિસમસ હોવાના પગલે તમામ બેંકોનું કામકાજ બંધ રહેશે. જે બાદ 26મી ડિસેમ્બરે બેંક કર્મચારીઓની ટૂનાઈટેડ ફોરમે પોતાની માંગણીઓને લઈને હડતાળ બોલાવી છે, જેને પગલે બેંકો બંધ રહેશે. ત્યારે માત્ર 24 ડિસેમ્બરને બાકાત રાખી 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી બેંકોમાં કોઈ કામકાજ નહિં થાય. જો કે બેંક અધિકારીઓનું કહેવું છે કે આ દરમિયાન એટીએમમાં કેશની તકલીફથી બચવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

3.2 લાખ સભ્યો હડતાળ પર

3.2 લાખ સભ્યો હડતાળ પર

જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે 21 ડિસેમ્બરે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશને પોતાની માગણીને લઈને હડતાળનું આહ્વાન કર્યું છે. બેંક અધિકારીઓએ ઈન્ડિયન બેંક એસોસિએશનની હડતાળ પરત લેવાની માગણીને એમ કહીને ઠુકરાવી દીધી છે કે વાતચીતના 20 મહિના બાદ પણ તેમની માગણીને પગલે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. 21 ડિસેમ્બરે બેંક અધિકારીઓના યૂનિયનના 3.2 લાખ સભ્યો હડતાળ પર રહેશે. જો કે, બેંક એ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી રહી છે કે ગ્રાહકોને આ પાંચ દિવસ દરમિયાન કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રોકડની સમસ્યાને પહોંચી વળવા માટે તમામ એટીએમમાં વધુ પ્રમાણમાં કેશ મોકલવામાં આવી રહી છે.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર IPS રજનિશ રાય સસ્પેન્ડસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર IPS રજનિશ રાય સસ્પેન્ડ

English summary
Banks to Remain Closed for Five Days From Today to 26 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X