For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપરે! મેહુલ ચોક્સી, રામદેવ બાબા સહિત 50 ડિફોલ્ટરના 68000 કરોડ માફ થયા

બાપરે! મેહુલ ચોક્સી, રામદેવ બાબા સહિત 50 ડિફોલ્ટરના 68000 કરોડ માફ થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની બેંકોએ 50 વિલફુલ ડિફોલ્ટરના 68000 કરોડથી વધુની લોન માફ કરી દીધી છે. ભારતીય રિઝર્વ બેંકે એક આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલ સૂચનાના જવાબમાં આ માહિતી આપી છે. જે લોકોનું વ્યાજ માફ થયું, તેમાં મોટાભાગના મોટા વેપારી છે. જેમાં સૌથી ટૉપ પર મેહુલ ચોક્સીનું નામ છે. જેમમનું નામ કેટલાય કૌભાંડોમાં સામેલ છે. મેહુલ ચોક્સી લાંબા સમયથી દેશમાંથી ફરાર છે અને દેશની એજન્સીઓ તેની તલાશમાં છે.

મેહુલ ચોક્સી સૌથી ઉપર

મેહુલ ચોક્સી સૌથી ઉપર

આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેએ આરબીઆઈ પાસેથી આ જાણકારી માંગી હતી. તેમની આ આરટીઆઈના જવાબમાં આરબીઆઈના કેન્દ્રીય જનસૂચના અધિકારીએ જણાવ્યું કે 30 સપ્ટેમ્બર 2019 સુધી 68607 કરોડ રૂપિયાની બાકી રહેતી રકમ માફ કરવામાં આવી છે. આ યાદીમાં ટૉપ પર મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ છે, જેનના પર 5492 કરોડ રૂપિયાનું દેણું છે. ગિલી ઈન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ અને નક્ષત્ર બ્રાંડ્સ લિમિટેડ પર 1109 કરોડ રૂપિયાનું દેણું છે. ચોક્સી દેશથી ફરાર થયા બાદ હાલ તે એંટીગુઆ એન્ડ બારબાડોસ દ્વીપ સમૂહનો નાગરિક બની ગયો છે.

ઝુનઝુનવાલાની કંપની બીજા નંબરે

ઝુનઝુનવાલાની કંપની બીજા નંબરે

આ યાદીમાં બીજા નંબરે આરઈઆઈ એગ્રો લિમિટેડનું નામ છે, જેના પર 4314 કરોડ રૂપિયાનું દેણું છે. આ કંપનીના ડાયરેક્ટર સંદીપ ઝુનઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલા એક વર્ષથી ઈડીની તપાસના દાયરામાં છે.

યાદીમાં આગળ ભાગોડી હીરા કારોબારી જતિન મહેતાની કંપની ડાયમંડ એન્ડ જ્વેલરીનું નામ છે જેનના પર 4076 કરોડ રૂપિયાનું દેણું છે. સીબીઆઈ તેની તપાસ કરી રહી છે.

જે બાદ 2000 કરોડ રૂપિયાની શ્રેણીમાં કાનપુરની કંપની રોટોમક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ છે જે જાણીતા કોઠારી ગ્રુપની કંપની છે, જેના પર 2850 કરોડ રૂપિયાનું દેણું છે.

રામદેવની કંપનીનું પણ નામ

રામદેવની કંપનીનું પણ નામ

બાબા રામદેવ અને બાલકૃષ્ણની કંપની ગ્રુપ ઈન્દોર સ્થિત રુચિ સોયા ઈન્ડસ્ટ્રીના 2212 કરોડ, ગ્વાલિયરની જૂમ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના 2012 કરોડ માફ થયા છે.

જ્યારે 18 કંપનીઓ એવી છે જેના એક હજારથી બે હજાર કરોડ માફ થયા છે. જેમાં અમદાવાદના હરીશ આર મેહતાની કંપની ફોરએવર પ્રીસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ પ્રાઈવેટ લિમિટેડના 1962 કરોડ, ભાગોડી વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાયન્સ લિમિટેડના 1943 કરોડ માફ થયા છે.

1000 કરોડથી ઓછામાં 25 કંપનીઓની લોન માફ થઈ છે. તેમના પર લોનની રકમ 605 કરોડ રૂપિયાથી 984 કરોડ રૂપિયા સુધી છે. આ 50 મોટા ડિફોલ્ટર્સમાં છ એવા છે જે હીરા અને સોનાના આભૂષણના વેપાર સાથે જોડાયેલા છે.

વિદેશી ડિફોલ્ટર્સની જાણકારી નથી આપી

વિદેશી ડિફોલ્ટર્સની જાણકારી નથી આપી

આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેએ આરટીઆઈ અંતર્ગત દેશની કેન્દ્રીય બેંકથી 50 વિલફુલ ડિફોલ્ટર્સની જાણકારી અને તેમની લોનની 16 ફેબ્રુઆરી સુધીની સ્થિતિ વિશે જાણકારી માંગી હતી. ગોખલેએ કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આ સંબંધમાં કરેલ સવાલનો જવાબ ના આપ્યો હોવાથી મેં આ આરટીઆઈ કરી હતી. ગોખલેએ એમ પણ કહ્યું કે આરેબીઆઈએ 16 ડિસેમ્બર 2015ના સુપ્રીમ કોર્ટના ફેસલાનો હવાલો આપતા વિદેશી ડિફોલ્ટર્સ વિશે જાણકારી આપવાની ના પાડી દીધી છે.

Mutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યોMutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યો

English summary
Banks Write Off Over Rs 68000 cr Loans Mehul Choksi and other 50 Wilful Defaulters list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X