એકથી વધુ ક્રેડિટ કાર્ડ વાપરી રહ્યા છો તો સાવધાન, થઈ શકે છે આ મોટુ નુકસાન

ક્રેડિટ કાર્ડથી તમારા ઘણા કામ આસાન થઈ જાય છે. જો કે ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલા કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. નહીં તો મોટુ નુકસાન થઈ શકે છે.

પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે તો તેના ઘણા ગેરફાયદા પણ છે. અમે તમને આજે વિગતવાર આ એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદા અને ગેરફાયદા જણાવવાના છીએ.

Credit Card

ક્રેડિટ કાર્ડ વિવિધ વસ્તુઓ પર વધુ ડિસ્કાઉન્ટ, શોપિંગ પર વધારાની ઑફર્સ અને 50 દિવસ માટે વ્યાજમુક્ત લોન પ્રદાન કરે છે. ક્રેડિટ કાર્ડથી આપણે બિલ ચૂકવી શકીએ છીએ.

તમે હપ્તા જમા કરાવી શકો છો અને જરૂરિયાત સમયે રોકડ પણ ઉપાડી શકો છો. તેથી ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા છે પરંતુ થોડી બેદરકારી અને અજ્ઞાનતા મોટું નુકસાન કરી શકે છે.

વધુ ક્રેડિટ કાર્ડના ગેરફાયદા
જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તેનો ઉપયોગ કરતા નથી તો તે તમારી નાણાકીય પ્રોફાઇલ પર નકારાત્મક અસર કરે છે.

આનાથી નિષ્ક્રિયતા શુલ્ક લાદવામાં આવે છે, ક્રેડિટ સ્કોર ઓછો થાય અને રિવોર્ડ ગુમાવો છો. આ સિવાય ક્રેડિટ હિસ્ટ્રી સમાપ્ત થાય છે અને ક્રેડિટ લિમિટ પણ ઓછી થાય છે. આવકવેરા વિભાગ તમારા પર નજર રાખી શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • દરેક બેંક અથવા કંપનીના ક્રેડિટ કાર્ડ માટે વાર્ષિક ચાર્જ અલગ અલગ હોય છે. આ વિશે માહિતી હોવી જોઈએ.
  • દરેક ક્રેડિટ કાર્ડમાં નિર્ધારિત મર્યાદા સુધીની ખરીદી પર જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ પણ જાણવું જોઈએ.
  • ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવો. જો મર્યાદા ઓળંગાઈ જાય તો 40 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે.
  • ગમે તેટલું જરૂરી હોય ક્રેડિટ કાર્ડમાંથી ક્યારેય રોકડ ન ઉપાડો. રોકડ પર શરૂઆતથી જ વ્યાજ લેવામાં આવે છે.
  • ઘણી કંપનીઓના કાર્ડ દ્વારા ફ્યુઅલ રિફિલિંગ પર સરચાર્જ વસૂલવામાં આવે છે. આ વિશે પણ માહિતી મેળવો.

બીજુ ક્રેડિટ કાર્ડ ક્યારે લેવુ?
બીજું ક્રેડિટ કાર્ડ મેળવતા પહેલા તમારે તમારા દૈનિક ખર્ચાઓ અને જીવનશૈલી અને તમે કઈ વસ્તુઓ પર વધુ ખર્ચ કરો છો તે સમજવું પડશે. પછી તે મુજબ તમારે બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે ફ્લાઇટ દ્વારા ઘણી મુસાફરી કરો છો, તો તમારા માટે એર માઇલ્સ ક્રેડિટ કાર્ડ મેળવવું વધુ સારું રહેશે. તે જ સમયે જો તમે ઘણી બધી ખરીદી કરો છો તો તમારા માટે શોપિંગ ક્રેડિટ કાર્ડ વધુ સારું રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X