For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનો ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયર, પામો 3 લાખની સ્કૉલરશિપ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 સપ્ટેમ્બર : દેશની સૌથી મોટી વાહન નિર્માતા કમ્પની ટાટા મોટર્સ દેશના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક લઈને આવી છે. ટાટા મોટર્સે પોતાની નાનકડી નેનો સાથ દેશમાં એક નવી યોજના શરૂ કરી છે.

Nano-Student

જી હા, ટાટા મોટર્સે ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયર સકીમની જાહેરાત કરી છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહર પોતાની શાનાર ફિલ્મ સ્ટુડંટ ઑફ ધ ઈયરને રિલીઝ કરવા જઈ રહ્યાં છે.

બીજી બાજુ ટાટા નેનો આ ફિલ્મની પ્રમોશન પાર્ટનર પણ છે. આ સ્કીમમાં સમગ્ર દેશના તેવા બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, જેમની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે. તે ઉપરાંત આ યોજનામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયરને ટાટા મોટર્સ તરફથી કુલ 3 લાખ રુપિયાની સ્કૉલરશિપ આપવામાં આવશે. બીજા નંબરે એટલે કે રનર્સ-અપને મેકબુક પ્રો. પુરસ્કાર તરીકે અપાશે.

તો હવે વાર સેની છે? જો તમે પણ આ શાનદાર તકનો ફાયદો ઉઠાવવા માંગતા હો, તો આજે જ (www.nanostudentortheyear.com) વેબસાઇટ પર લૉગ ઇન કરો અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવો.

આ રજિસ્ટ્રેશન ઑનલાઇન કરવામાં આવી રહ્યું છે. કૉમ્પીટિશનમાં ભાગ લેવા માટે અરજી સ્વીકારવાનું શરૂ થઈ ચુક્યું છે, જે આગામી 28મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

આપને જણાવી દઇએ કે આ કૉમ્પીટિશનના પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ચાર તબક્કાના આધારે જજ કરાશે. તેમાં એકેડેમિક, કલ્ચર, સ્પોર્ટ અને સોશિયલ લાઇફનો સમાવેશ થાય છે. તે પછી ટૉપ 8 પ્રતિસ્પર્ધીઓ આગામી તબક્કામાં ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયરના ખિતાબ માટે આગળ વધશે. તેમાંથી કોઈ એક વિદ્યાર્થીને ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયર જાહેર કરવામાં આવશે.

વિજેતાની પસંદગી માટે વોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મના સ્ટાર્સ વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ આલિયા ભટ્ટ વિજેતાઓના નામોની જાહેરાત કરશે.

English summary
Tata Motors has launched the ‘Nano Student of the Year' contest, for all college students in India, to mark its association with one of Bollywood's biggest releases this year, ‘Student of the Year', a romantic comedy, directed by Karan Johar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X