For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીમા પોલીસી ખરીદતા પહેલા શું તપાસ કરવી જોઇએ?

|
Google Oneindia Gujarati News

insurance-policy
આજકાલ માર્કેટમાં અનેક ઇન્શયોરન્સ કંપનીઓ આવી ગઇ છે. તેઓ વિવિધ પ્રકારના રિસ્ક કવર કરતા વીમાની ઓફર કરે છે. ગ્રાહકોએ કોઇ પણ પ્રકારની વીમા પોલીસી ખરીદતા પહેલા કેટલાક પાયાના પ્રશ્નો જરૂર પૂછી લેવા જોઇએ. જેના જવાબમાં મળતી માહિતી તમને વધારે સારું માર્ગદર્શન આપી શકે છે.

કોઇ પણ પોલીસી ખરીદવાનો નિર્ણય કરતા પહેલા તેનો એડમિનિસ્ટ્રેશન ચાર્જ, ફંડ એલોકેશન ચાર્જ, ક્લેમ ફીની સાથે વીમા પ્લાનના વધારાના ખર્ચની પૂરે પૂરી માહિતી મેળવ્યા બાદ જ પોલીસી ખરીદવાનો નિર્ણય કરવો જોઇએ.

આ મુદ્દે વીમાના જાણકારોનું કહંવું છે કે જરૂર કરતા ઓછી રકમનો વીમો લેવો એ વીમા ના લીધા બરાબર છે. પોતાની આવક, ખર્ચ, કુટુંબની જવાબદારીને ધ્યાનમાં લઇને વીમો કરાવવો જોઇએ. આપની આવકથી 10 ગણી મૂડીને યોગ્ય સમ એશ્યોર્ડ માનીને વીમા પોલીસી લેવી જોઇએ.

આ અંગે ઇન્શ્યોરન્સ એક્સપર્ટ શશીકાંત મોર્યના જણાવ્યા અનુસાર માર્કેટમાં સારી સાખ ધરાવતી કંપનીની ઓનલાઇન પોલીસી લેવામાં જોખમની શક્યતાઓ ઓછી રહે છે. ઓનલાઇન માધ્યમથી પોલીસી લેવાથી કોઇ પણ કંપનીનું પ્રીમિયમ પ્રમાણમાં ઓછું આપવું પડશે. પણ જો તમે વીમો ઉતરાવવા માટે વીમા એજન્ટની મદદ લેશો તો પ્રીમિયમની રકમ વધી જશે. જો કે ભવિષ્યનું વિચારીએ તો વીમો ક્લેમ કરવામાં એજન્ટ મદદરૂપ બની શકે છે.

કોઇ પણ ગ્રાહકે એક યાદ રાખવા જેવી બાબત એ છે કે તમારા આર્થિક રોકાણ અને વીમાને અલગ અલગ રાખજો. ગ્રાહકો હંમેશા આશા રાખે છે તે તેમની રોકેલી મૂડી પર તેમને વળતર તો મળશે જ. ટર્મ પ્લાનમાં જો કંઇ થાય નહીં તો ગ્રાહકને કશું જ મળતું નથી. રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ, ડેટ ફંડ, પોસ્ટલ ઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.

English summary
Before buying insurance policy ask few questions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X