For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિવૃત્તિ બાદ રોકાણ માટે આ છે સારા વિકલ્પો

જો તમે નિવૃત્ત વ્યક્તિ છો, અને તમારી આવક મર્યાદિત છે, તો તમારે એક નક્કી આવક માટે સાધનો શોધવા જોઈએ. રોકાણ એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં જોખમ ઝીરો પર્સેન્ટ હોય એટલે કે રોકાણ સુરક્ષિત હોય.

|
Google Oneindia Gujarati News

જો તમે નિવૃત્ત વ્યક્તિ છો, અને તમારી આવક મર્યાદિત છે, તો તમારે એક નક્કી આવક માટે સાધનો શોધવા જોઈએ. રોકાણ એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં જોખમ ઝીરો પર્સેન્ટ હોય એટલે કે રોકાણ સુરક્ષિત હોય કારણકે આ તમારું કરેલું રોકાણ તમને લાંબા ગાળા સુધી સારું રીટર્ન આપી શકશે. અહીં 5 વિકલ્પો દર્શાવ્યા છે, જે નિવૃત્ત લોકોને સારો વ્યાજદર આપી શકે છે.

TN પાવર ફાઈનાન્સ

TN પાવર ફાઈનાન્સ

વરિષ્ઠ નાગિરકો માટે તામિલનાડુ પાવર ફાઈનાન્સ એન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન 8.75 ટકાના દરે રોકાણ યોજના અંતર્ગત માસિક આવક યોજના આપે છે. વાર્ષિક વ્યાજ યોજના માટે વ્યાજ દર 9.11 ટકા છે.

આ કંપની તામિલનાડુ સરકારની માલિકીની છે. એટલે તમારું રોકાણ સુરક્ષિત છે. જો વ્યાજ 5 હજાર કે તેનાથી વધુ હશે તો TDS લાગુ થાય છે. અન્ય શ્રેણીના રોકાણકારો માટે વ્યાજદર લગભગ 8.25 ટકા છે. જો કે તે રોકાણના સમય પ્રમાણે છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

વરિષ્ઠ નાગરિક બચત યોજનાએ નિવૃત્ત વ્યક્તિઓ માટે એક સારી યોજના છે. જેના પર વ્યાજ દર 8.60 ટકા છે, જે બેન્કોની સરખામણીએ વધુ છે. વ્યાજને ટેક્સ ફ્રી નથી રાખવામાં આવ્યું જો કે અહીંથી કમાતા વ્યક્તિઓને સેક્શન 80 સી અંતર્ગત લાભ મળી શકે છે.

અમે આ યોજના પર ભાર મૂકીએ છીએ કારણ કે તે ખૂબ જ સુરક્ષિત છે. યોજના માટે મેચ્યોરિટીનો સમય 5 વર્ષ છે અને તમે તમારું રોકાણ ઝડપથી પાછુ પણ લઈ શકો છો. જો કે આ યોજનામાં વહેલા પૈસા ઉપાડવા પર પેનલ્ટી લાગે છે. આ યોજના 60 વર્ષની ઉંમરના લોકો માટે છે. પરંતુ 55 વર્ષથી વધુ વયના લોકો પણ રોકાણ કરી શકે છે.

મહિન્દ્રા ફાઈનાન્સ

મહિન્દ્રા ફાઈનાન્સ

મહિન્દ્રા ફાઈનાન્સ ઓનલાઈન ખાતું ખોલનાર વ્યક્તિઓને 9 ટકા વ્યાજ આપે છે. અહીં રોકાણ AAA રેટેડ છે, એટલે સુરક્ષિત છે. નિવૃત્ત વ્યક્તિઓ આ યોજનામાં રોકામ કરી શકે છે, કારણ કે તે સુરક્ષિત છે. જો કે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઓનલાઈન સિવાય જમા રકમ પર વ્યાજ દર 8.85 ટકાથી થોડો ઓછો છે. એટલે રોકાણકારે રોકાણ માટે ઓનલાઈન વિકલ્પ પસંદ કરી શકે છે. 5 હજારથી વધુના વ્યાજ પર ટેક્સ લાગે છે.

KTDFC

KTDFC

KTDFC ફરી એક સરકારી એકમ છે, જેની માલિકી કેરળ સરકારની છે. NBFC પોતાના 1,2 અને 4 વર્ષ પર 7.75 ટકા વ્યાજ દર આપે છે. 4 હજાર કરોડ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટની ગેરંટી કેરળ સરકારની છે. અહીં રોકાણ સુરક્ષિત છે, કેરળ સરકાર તેની જવાબદારી લે છે. રોકાણ પર વ્યાજ દર ખાસ વધુ નથી પરંતુ સુરક્ષા વધુ છે.

બજાજ ફાઈનાન્સ

બજાજ ફાઈનાન્સ

બજાજ ફાઈનાન્સમાં ફિક્સ્ડ ડિપોઝિટ વરિષ્ઠ નાગરિકો માટે 8.95 ટકા વ્યાજદર આપે છે. રોકાણને ICAR અને ક્રિસિલ બંને દ્વારા AAA તરીકે રેટ કરવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ન્યૂનતમ જમા રકમ 25 હજાર રૂપિયા છે. રોકાણકારો લાંબા કાર્યકાળ માટે રોકાણ કરીને તેની યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તો રોકાણ માટે પહેલા એકવાર આ વિકલ્પ પર જરૂર વિચારો

English summary
best investment options for retired individuals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X