For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert! આ સરકારી બેંકે ખાતા ધારકોને એલર્ટ કર્યા, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો...

બેંક એકાઉન્ટ ધારકો માટે સાયબર ક્રાઇમ મોટો ખતરો બની રહ્યો છે. હેકરો તમારા ખાતામાંથી તમારી જમાપૂંજીને મિનિટોમાં ખાલી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

બેંક એકાઉન્ટ ધારકો માટે સાયબર ક્રાઇમ મોટો ખતરો બની રહ્યો છે. હેકરો તમારા ખાતામાંથી તમારી જમાપૂંજીને મિનિટોમાં ખાલી કરી શકે છે. બેંકોએ ઘણીવાર તેમના એકાઉન્ટ ધારકોને આ સાયબર હુમલા વિશે એલર્ટ કરે છે. તેઓને આનાથી બચવાની સલાહ આપે છે. સાર્વજનિક સેક્ટરની બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને સાયબર-હુમલા વિશે એલર્ટ કર્યા છે. યુનિયન બેંક ઑફ ઈન્ડિયાએ ટ્વીટ કરી એકાઉન્ટ ધારકોને હેકરોથી બચવાની સલાહ આપી છે અને તેમને કેટલીક ભૂલ ન કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: સિનિયર સિટીઝનો માટે ખાસ, આ બેન્કમાં FD પર મળી રહ્યું છે 9 ટકા વ્યાજ

એકાઉન્ટ ધારકો સાયબર એટેકથી બચો

એકાઉન્ટ ધારકો સાયબર એટેકથી બચો

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના એકાઉન્ટ ધારકોને ટ્વિટ કરીને કેટલીક ભૂલોથી બચવાની સલાહ આપી છે. બેંકે ખાતાધારકોને ચેતવણી આપી છે કે તેઓ સાયબર એટેકથી બચીને રહે, તેઓ હેકરોનો શિકાર બની શકે છે. બેંકે ખાતાધારકોને કેટલીક વાતોથી એલર્ટ રહેવાની સલાહ આપી છે.

ભૂલથી પણ ન કરો આ કામ

ભૂલથી પણ ન કરો આ કામ

બેંકે એકાઉન્ટ ધારકોને કોઈપણ શંકાસ્પદ અને અનધિકૃત એપ્લિકેશન્સથી બચવાની સલાહ આપી છે. શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે. હેકરો આવી એપ્લિકેશનની મદદથી તમારા બેંક એકાઉન્ટને હેક કરીને તમારી જમાપૂંજી ખાલી કરી શકે છે. બેંકે વપરાશકર્તાઓને AnyDesk મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી, તો હેકરો તમારા બેંક એકાઉન્ટને હેક કરી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઇ શકે છે.

કેવી રીતે તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઇ જાય છે

કેવી રીતે તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઇ જાય છે

ઘણી વાર તમારાથી ભૂલથી આવી એપ્લિકેશન્સ ડાઉનલોડ થઇ જાય છે. એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી આ એપ્લિકેશન તમારા પાસેથી ડેટા ઍક્સેસ માટે પરવાનગી માંગે છે. ડેટાને ઍક્સેસ આપ્યા પછી, હેકરોને તમારી બધી માહિતી મળી જાય છે. આ એપ્લિકેશન રીમોટ કંટ્રોલ જેવી છે જેનો ઉપયોગ ઘણી ડિવાઈસો જોડવા માટે થાય છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો ત્યારે, AnyDesk એપ્લિકેશનની મદદથી હેકર્સને વપરાશકર્તાઓના ડિવાઇસ પર 9 અંકોનો એપ કોડ જનરેટ કરે છે અને સાઇબર અપરાધી કોલ કરી વપરાશકર્તા પાસે તે કોડ બેંકના નામ પર માંગે છે. જો તમે આ કોડ હેકરોને આપો છો, તો તે સરળતાથી તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરી અને તમને મિનિટોમાં ચૂનો લગાવી શકે છે. આ કોડ મેળવ્યા પછી તેઓ તમારા ઉપકરણ પરની બધી માહિતીને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. તે પછી હેકરો તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

English summary
Beware! You could be the next victim of a cyber attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X