For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલે AGRમાંથી દૂરસંચાર વિભાગને 10,000 કરોડ ચૂકવ્યા, 35000 કરોડનું દેવું છે

એરટેલે AGRમાંથી દૂરસંચાર વિભાગને 10,000 કરોડ ચૂકવ્યા, 35000 કરોડનું દેવું છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની બાકી 35586 કરોડ રૂપિયામાંથી 10000 કરોડનું દેવું દૂરસંચાર વિભાગને ચૂકવી દીધું છે. પીટીઆઈ મુજબ કંપનીએ આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે એજીઆર વૈધાનિક બાકીની ચૂકવણીમાં મોડું કરવાને લઈ શીર્ષ ટેલિકોમ કંપનીને આકરી ફટકાર લગાવી હતી. ફટકાર બાદ શુક્રવારે સાંજે વિભાગે દૂરસંચાર કંપનીને અડધી રાતે 1.47 લાખ કરોડ રૂપિયાની બાકી રાશિ ચૂકવવાનો નિર્દેશ આપ્યો.

airtel

સુપ્રીમ કોર્ટના 23 જાન્યુઆરી 2020 સુધી બાકી ચૂકવણી કરી દેવા આદેશ છતાં રિલાયન્સ જિયોને છોડી કોઈ દૂરસંચાર કંપનીએ એજીઆરનું બાકી ચૂકવણી નહોતી કરી. કોર્ટે કંપનીઓને 17 માર્ચ સુધી બાકી પૂરી રકમ ચૂકવવા માટે કહ્યું હતું અનેકોર્ટની અવગણના કરવા મામલે કાર્યવાહી કરવાની પણ વાત કહી હતી. જે બાદ હવે ભારતી એરટેલે પોતાના બાકી એજીઆરનો ભાગ દૂરસંચાર વિભાગને ચૂકવી દીધો છે.

વોડાફોન- આઈડિયા પર 53038 કરોડનું દેણું

વોડાફોન- આઈડિયાએ શનિવારે કહ્યું હતું કે કેટલી ચૂકવણી કરવાની બાકી છે તેનું તેઓ આંકલન કરી રહ્યા છે. વોડાફોન-આઈડિયા પર એજીઆરના 53038 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પાછાલ દિવસોમાં એમ પણ કહ્યું હતું કે ચૂકવણીની રાશિમાં છૂટ નથી મળી તો કંપની બંધ કરવી પડી શકે છે.

Maha Shivratri 2020: મહાશિવરાત્રી પર જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છેMaha Shivratri 2020: મહાશિવરાત્રી પર જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે

English summary
Bharti Airtel makes payment of Rs 10,000 crore to telecom department towards AGR dues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X