For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધનતેરસના દિવસો સોનું ખરીદતા લોકો માટે ખુશ ખબર, બદલાઇ રહ્યો છે આ નિયમ

ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી કરતા પહેલા તમારા માટે બીજો એક સારા સમાચાર છે. સોના અને ચાંદીની ખરીદીને લગતા મુખ્ય નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી કરતા પહેલા તમારા માટે બીજો એક સારા સમાચાર છે. સોના અને ચાંદીની ખરીદીને લગતા મુખ્ય નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સોના-ચાંદીની ખરીદીના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નિયમના અમલ પછી તમને શુદ્ધ સોનું મળશે. સોના-ચાંદીની ખરીદીમાં છેતરપિંડી થવાની શક્યતા સમાપ્ત થઈ જશે.

સોનાથી સંબંધિત આ નિયમ બદલાઇ જશે

સોનાથી સંબંધિત આ નિયમ બદલાઇ જશે

સરકાર સોના અને ચાંદીની ખરીદી માટે હોલમાર્ક ફરજીયાત કરી રહી છે. હોલમાર્ક ફરજિયાત થયા પછી તમને બજારમાં માત્ર શુદ્ધ સોનું મળશે. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો તે WTOને જાણ કર્યાના આગામી બે મહિનામાં દેશવ્યાપી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, હાલમાં સોનાના આભૂષણો પર હોલમાર્કીંગ સ્વૈચ્છિક છે, પરંતુ નિયમ લાગુ થયા પછી તે ફરજિયાત બનશે.

સોનાની હોલમાર્કીંગ કેમ જરૂરી છે?

સોનાની હોલમાર્કીંગ કેમ જરૂરી છે?

સોનાની હોલમાર્કીંગ એટલે તેની શુદ્ધતાનો પુરાવો. જો તમે સોનું ખરીદી રહ્યા છો અને તેમાં BIS હોલમાર્ક છે, તો તમારું સોનું શુદ્ધ સોનું છે. તમે તે સોનાને ટેન્શન વિના ખરીદી શકો છો. હાલમાં, આ નિયમ ઝવેરીઓ માટે સ્વૈચ્છિક છે. આ નિયમ હેઠળ, સોનાના ઝવેરાત પર હોલમાર્કનું નિશાન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા આપવામાં આવ્યું છે, જે પુરાવો છે કે સોનાની શુદ્ધતાની તપાસ લાઇસન્સ હોલ્ડ લેબમાં કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે BIS દેશની એકમાત્ર એજન્સી છે, જેને સોનાના ઘરેણાને તપાસવા અને હોલમાર્કીંગ કરવાની મંજૂરી મળી છે. હાલમાં દેશભરની 40 ટકા જ્વેલરી જ હોલમાર્ક થયેલ છે.

તમારા માટે સારા સમાચાર

તમારા માટે સારા સમાચાર

હોલમાર્કીંગ સોનાની શુદ્ધતાની ગેરંટી આપશે. તમને જણાવી દઈએ કે દેશના મોટાભાગના હીસ્સાઓમાં ગ્રાહકોને 22 કેરેટને બદલે 21 કેરેટ સોનું વેચવામાં આવે છે અને તેમની પાસેથી 22 કે 24 કેરેટ સોનાનો ભાવ લેવામાં આવે છે.

નવા નિયમો લાગુ થયા પછી જ્વેલર્સ આવું કરી શકશે નહીં. જ્વેલર્સને યોગ્ય હોલમાર્ક ન હોવા માટે નોટીસ મોકલવામાં આવશે. હાલમાં દેશભરમાં 800 જેટલા હ હોલમાર્કીંગ કેન્દ્રો છે. નવા નિયમના અમલ પછી, તમે સરળતાથી જાણી શકશો કે દાગીનામાં કેટલું સોનું છે અને કેટલી મેટલ છે. આ તમને કિંમત નક્કી કરવામાં મદદ કરશે.

સરકાર સોના-ચાંદી માટે હોલમાર્ક ફરજિયાત બનાવી રહી છે. વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીના માટે BIS હોલમાર્કીંગ ફરજિયાત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ 1 ઓક્ટોબરના રોજ પસાર કર્યો હતો, ત્યારબાદ હાલના સમયમાં આ પ્રસ્તાવ વિશ્વ વેપાર સંગઠન (WTO) ને મોકલવામાં આવ્યો છે. ત્યાંથી મંજૂરી મળતાં જ તેનો અમલ યોગ્ય સમયગાળામાં કરવામાં આવશે.

આ પણ વાંચો: દિવાળી પહેલા સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો, ખરીદવાનો સમય

English summary
Big news gold For Gold Buyers, Now BIS hallmark is mandatory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X