For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: બ્લેકબેરીના મોબાઇલ પર 25,000ની છૂટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: હાલમાં મોબાઇલ બજારમાં ભારે ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે. એક બાજુ રોજે રોજ અવનવા સ્માર્ટફોન મોબાઇલ કંપનીઓ દ્વારા માર્કેટમાં લોન્ચ થઇ રહ્યા છે, અને મોબાઇ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે, સાથે સાથે ગ્રાહક પણ મુંજવણમાં પડી રહ્યો છે કે તે કયો મોબાઇલ ખરીદે અને કયો નહીં.

આ બધાની વચ્ચે કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા તુક્કાઓ અપનાવે છે અને મોબાઇલ પર અમૂક કિંમતની છૂટ જાહેર કરે છે. જોકે પોતાના મોબાઇલ પર ક્યારેય આવી છૂટ જાહેર નહીં કરનાર વિશ્વની બેસ્ટ બ્રાંડ બ્લેકબેરીએ પોતાના મોબાઇલ પર 25 હજાર રૂપિયાના છૂટની જાહેરાત કરી છે.

blackberry
બ્લેકબેરીએ ભારતીય બજારમાં પોતાના 10 વર્ષ પૂરા થવાના અવસરે ગ્રાહકો માટે શાનદાર ઓફર આપી છે. આવનારા 60 દિવસો સુધી કંપનીએ પોતાના Z10 મોડેલની કિંમત 43,490 રૂપિયાના સ્થાને 17, 990 રૂપિયા સુધી રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 25,500ની છૂટ. બ્લેકબેરી Z10ની ભારતીય બજારમાં એન્ટ્રી ગયા વર્ષે એટલે કે 2013ના ફેબ્રુઆરીના મહીનામાં થઇ હતી.

જ્યારે આ લોન્ચ થયો હતો ત્યારે તેની કિંમત 43,490 રૂપિયા રાખવામાં આવી હતી. બાદમાં, ફેસ્ટિવલ ઓફર અંતર્ગત તેની કિંમત 29, 990 રૂપિયા સુધીની થઇ ગઇ હતી. જોકે ફ્લિપકાર્ટ પર આ ફોન માત્ર 18940 રૂપિયામાં મળી રહ્યો છે.

English summary
BlackBerry slashes Z10 prices to ₹17990 under limited period offer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X