For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLનો નવો પ્લાન, 96 રૂપિયામાં મળશે આટલું બધું

BSNLનો નવો પ્લાન, 96 રૂપિયામાં મળશે આટલું બધું

|
Google Oneindia Gujarati News

BSNL પોતાના નવા પ્લાન્સથી ગ્રાહકોને ઈમ્પ્રેસ કરતું રહે છે. કંપનીના પ્લાન ઘણા સસ્તા અને ફાયદાકારક હોય છે. થોડા સમય પહેલા કંપનીએ પોતાના ગ્રાહકો માટે 96 રૂપિયાનો પ્રિપેડ પ્લાન રજૂ કર્યો હતો. જો કે આ પ્લાન થોડા સમય માટે જ સુવિધામાં લાવવામાં આવ્યો હતો. કંપનીએ આ પ્લાનને અપડેટ કરી એકવાર ફરી આ પ્લાનને પોતાના ગ્રાહકો માટે લઈને આવી છે. આ વખતે કંપનીએ આ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે. જણાવી દઈએ કે કંપનીએ આ વખતે આ પ્લાનને વસંતમ ગોલ્ડ પ્લાન અથવા PV96 નામ આપ્યું છે.

શું છે પ્લાનની ખાસિયત?

શું છે પ્લાનની ખાસિયત?

શરુઆતમાં બીએસએનએલે પોતાના આ પ્લાનમાં 180 દિવસની વેલિડિટી આપી હતી. જો કે વેલિડિટીને ઘટાડી 90 દિવસની વેલિડિટી વાળો કરી દીધો છે. પ્લાનમાં યૂઝર્સને કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ આપવામાં આવે છે. આની સાથે જ કૉલિંગ ઉપરાંત 21 દિવસ સુધી રોજ 100 એસએમએસ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. જો તમે આ પ્લાનમાં ડેટાનો ફાયદો શોધી રહ્યા હોવ તો તમને નિરાશા થશે કેમ કે આ પ્રીપેડ પ્લાન કોઈપણ ડેટા બેનિફિટ્સ વિના આવે છે. કંપનીએ પોતાના આ પ્લાનને પાછલા વર્ષે રજૂ કર્યો હતો જે બાદ એકવાર ફરી આ પ્લાનને ઑક્ટોબરમાં લૉન્ચ કર્યો હતો.

BSNLએ નવો પ્લાન લૉન્ચ કર્યો

BSNLએ નવો પ્લાન લૉન્ચ કર્યો

કંપની ઘણા સમયથી પોતાનો નવો પ્લાન રજૂ કરી રહી છે. 96 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન સિવાય પણ કંપનીએ ઘણા અન્ય પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં 299 રૂપિયા અને 491 રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન રહેલો છે. 299 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 50જીબી સુધી 20Mbpsની સ્પીડ આપવામાં આવી રહી છે. જ્યારે 491 રૂપિયાવાળો પ્લાન 20Mbpsની સ્પીડ સાથે આવે છે. બીએસએનએલ કંપનીની સ્થિતિને સુધારવા માટે હાલમાં જ કેન્દ્ર સરકારે કેટલીય ઘોષણાઓ કરી છે. હાલ ભારતમાં ટેલિકોમ કંપનીઓની વચ્ચે ઘણી આકરી કોમ્પિટિશન ચાલી રહી છે. એવામાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ માટે આ પ્રાઈવેટ કંપનીઓ સામે ટકવું એક આકરો પડકાર બની ગયો હતો. જો કે બીએસએનએલ કંપનીએ છતાં હાર ના માની અને સરકાર પાસે મદદની પુકાર લગાવતા પોતાના યૂઝર્સ માટે પણ કામ કરતી રહી.

BSNL-MTNL માટે 69000 રોડ

BSNL-MTNL માટે 69000 રોડ

ભારત સરકાર આ બંને કંપનીઓની સ્થિતિ સુધારવા માટે 69000 રૂપિયાના પેકેજ રજૂ કર્યા છે, જેમાં એમટીએનએલ કંપનીનું વિલય બીએસએનએલમાં કરવામાં આવશે, જૂની સંપત્તિના વેચાણ અથવા પટ્ટા પર આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓને વીઆરએસ એટલે કે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ પણ આપવામાં આવશે. પુનરુદ્ધાર પેકેજની વાત કરીએ તો આમાં 15000 કરોડ રૂપિયાની લોનને ખતમ કરવા 20140 કરોડ 4જી સ્પેકટ્રમ ખરીદવા માટે 29928 કરોડ રૂપિયા કર્મચારીઓની સેવાનિવૃતિ અને વીઆરએસ માટે અને 3674 કરોડ રૂપિયા જીએસટી તરીકે આપવામાં આવશે.

સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવસતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવ

English summary
BSNL launched new plan of 96 rupee, check out benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X