For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2013: ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી તમને કેવી રીતે અસર કરશે

|
Google Oneindia Gujarati News

budget
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નાણામંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં સામાન્ય બજેટ 2013-14ને રજૂ કરી દીધું. આ બજેટમાં નાણામંત્રીએ દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે મધ્યમવર્ગ પર કોઇ વધારાનો ટેક્સ લાદ્યો નથી. બજેટમાં ચિદમ્બરમે ઓછી આવક ધરાવનારને ટેક્સમાં રાહત આપી છે જ્યારે વધારે આવક ધરાવનાર પર ટેક્સ વધાર્યો છે.

સર્વિસ ટેક્સ

કૃષિ વિષયક કોર્ષ ભણાવનારી સંસ્થાઓ પર સર્વિસ ટેક્સ નહી લાગે. સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ એસી રેસ્ટોરન્ટ પર સર્વિસ ટેક્સ લાગશે. અત્યાર સુધી માત્ર બાર ટેક્સ હેઠળ આવતું હતું.

2000 વર્ગ ફૂટથી વધારે મકાનો પર સર્વિસ ટેક્સ ઘટાડીને 70 ટકા થઇ જશે. હજી સુધી એ 75 ટકા છે. 17 લાખ એકમો સર્વિસ ટેક્સમાં નોંધણી કરેલ છે. પરંતુ માત્ર 7 લાખ જ ટેક્સ ભરે છે. જો આગળ આવીને તે ટેક્સ ભરે છે તો તેમનું વ્યાજ માફ કરી દેવામાં આવશે. આ વોલેન્ટ્રી સ્કીમ છે.

કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી

વિદેશી કારની ખરીદી પર ડ્યુટી 75 ટકાથી વધારીને 100 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે વિદેશી મોટરસાઇકલો પર 25થી વધારીને 50 ટકા ડ્યુટી કરી દેવાઇ છે. વિદેશમાંથી 50 હજાર સુધીનો સામાન વગર ડ્યુટીએ લાવી શકાશે. મહિલાઓ વિદેશથી 1 લાખનું સોનું અને પુરૂષ 50 હજાર સુધીનું સોનું લાવી શકશે. જેની પર ડ્યુટી નહી લાગે.

એસયુવી પર એક્સાઇઝ ડ્યુટી 27થી વધારી 30 ટકા કરી દેવાઇ છે. માર્બલ પર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા પ્રતિ વર્ગમીટર રહેશે. સિગરેટ પર પણ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. મોબાઇલ ફોનમાં પણ ડ્યુટી વધારાઇ છે. 2000 રૂપિયાથી વધારેની કિંમતવાળા મોબાઇલ પર 6 ટકા ડ્યુટી લાગશે.

ટેક્સ પ્રણાલી

ચિદમ્બરમના બજેટમાં ટેક્સ પ્રણાલી કંઇક આ રીતે રાખવામાં આવી છે. ચિદમ્બરમે પોતાના બજેટમાં જે વધારે કમાય છે તેમની પર ટેક્સ વધાર્યો છે અને જેમની આવક ઓછી છે તેમને ટેક્સમાં રાહત આપી છે. 2થી5 લાખની વાર્ષિક આવક ધરાવનારા લોકોને 2000 રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ ફાયદો 5 લાખથી વધારે આવક ધરાવનારાઓને નહી મળે. જ્યારે 1 કરોડથી વધારે આવક ધરાવનારે 10 ટકા સરચાર્જ આપવો પડશે.

આ ઉપરાંત દેશી અને વિદેશી કંપનીયો પર સરચાર્જ 5થી વધારીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સરચાર્જ માત્ર 2013-14ના વર્ષ માટે જ લાગુ પડશે. તેમજ એજ્યુકેશન પર 3 ટકા ટેક્સ જારી રહેશે. 25 લાખ સુધીની કિંમતના મકાન પર લોન લેનારને 1 લાખ સુધીની છૂટ આપવામાં આવશે. એટલે કે અઢી લાખ સુધીના વ્યાજ પર છૂટ મળશે.

જીવન વીમા પ્રીમિયર દર 5 ટકા વધશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બોન્ડમાં રોકાણ પર 10 ટકા છૂટ મળશે. રાષ્ટ્રીય બાળ નિધિ પર રોકાણ કરવા પર 100 ટકા છૂટ મળશે. કોમોડિટી ટ્રાંઝેક્શન પર ટેક્સ લગાવવામાં આવશે. 50 લાખથી વધારેની સંપતિ પર 1 ટકો ટીડીએસ કપાસે.

સામાન્ય બજેટ 2013-14 હાઇલાઇટ: સામાન્ય બજેટ 2013-14 હાઇલાઇટ:

બજેટ 2013: મધ્યમવર્ગીયો-યુવાનોને નિરાશા, જાણો શું થયું મોંઘુબજેટ 2013: મધ્યમવર્ગીયો-યુવાનોને નિરાશા, જાણો શું થયું મોંઘુ

English summary
budget 2013-14: service tax, excise duty how effect you?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X