For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: મોદી સરકારની પગારદારોને મોટી ભેટ, ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરી

Budget 2019: ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે પોતાના ચાલુ કાર્યકાળનું આજે અંતિમ બજેટ રજૂ કર્યું. અરુણ જેટલીની ગેરહાજરીમાં પીયૂષ ગોયલે આ વચગાળાનું બજેટ રજૂ કર્યું. મોદી સરકારે અંતિમ બજેટમાં પગારદારોને મોટી ભેટ આપી છે. ગ્રેજ્યુટી ચુકવણીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જેનો મતલબ એ થયો કે જો કોઈ કર્મચારી પાંચ વર્ષ બાદ નોકરી છોડે છે તો તેને મળનાર 10 લાખ રૂપિયાની રાશિ વધારીને સરકારે 20 લાખ રૂપિયા કરી દીધી છે.

budget 2019

આ ઉપરાંત સર્વિસ દરમિયાન કોઈ શ્રમિક મૃત્યુ પામે છે કે ઈપીએફઓથી મળતી સહાયતાની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હવે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESI) નિયમ અંતર્ગત પાત્રતા 15000 રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા પ્રતિ માસ કરી દીધી છે, તેમને બોનસ પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે ગ્રેજ્યુટી ચૂકવણી 1972 નિયમ એ તમામ સંસ્થાનોમાં લાગે છે જ્યાં 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય છે. આ અંતર્ગત રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે, પછી તે સેવા નિવૃ્તિને કારણે હોય, શારીરિક અપંગતાને કારણે જ કેમ ન હોય.

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટ કરવાની રીત સૌથી સહેલી છે. પાંચ વર્ષની સેવા બાદ સેવામાં પૂરા કરેલ તમામ વર્ષના બદલે અંતિમ મહિનાનું બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થાંને જોડીને તેનો 15 જોડે ગુણાકાર કરવામાં આવે છે, પછી સેવામાં આવેલ વર્ષોની સંખ્યાથી ગુણાકાર કરવામાં આવે અને પછી મળત રકમને 26થી ભાગવામાં આવે છે અને બાકી બચેલી રકમ તમારી ગ્રેજ્યુટી છે.

આ પણ વાંચો- બજેટ 2019: 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

English summary
Budget 2019: Govt increases Gratuity limit from Rs 10 lakh to 20 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X