For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોનઃ પિયુષ ગોયલ

કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે પોતાના વચગાળાના બજેટમાં તમામ મોટા એલાન કર્યા છે. આમાં એક મોટુ એલાન કર્યુ છે કે હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે એ વાતનું એલાન કર્યુ કે હવે માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાશે. ગોયલે કહ્યુ કે સરકારે એ વાતનું ધ્યાન રાખ્યુ છે કે લોકોને બેંકમાંથી લોન લેવામાં કોઈ મુશ્કેલી ન થાય, તંત્રને ગ્રાહકોના હિસાબે સારુ અને સરળ કરવામાં આવ્યુ છે.

budget

બેંકિંગ સેક્ટર થશે સુદ્રઢ

પિયુષ ગોયલે કહ્યુ કે હજુ સુધી કુલ ત્રણ લાખ કરોડ રૂપિયા બેંકો અને લોનદાતાઓ માટે જમા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મોટા ડિફોલ્ટર્સને પણ છોડ્યા નથી, અમારી સરકારમાં આના માટે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. ગોયલે કહ્યુ કે આવનારા સમયમાં અમને એ વાતનો પૂરો ભરોસો છે કે બેંકિંગ સેક્ટરની સ્થિતિ સારી થશે. એટલુ જ નહિ આ સાથે બેંકોના 2.6 લાખ કરોડ રૂપિયાનું રિકેપિટલીઝેશન કરવામાં આવ્યુ છે. સરકારે આના માટે રિક્ગનિશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઈઝેશન અને રિફોર્મ એટલે કે ઓળખ, સંકલ્પ, પુનઃ પુંજીકરણને આધાર બનાવવામાં આવ્યુ છે.

મધ્યમ વર્ગને મોટી રાહત

આ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગના લોકો જેમની આવક પાંચ લાખ રૂપિયા સુધીની છે તેમને કર મુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ એલાન બાદ સંસદની વચ્ચે ભાજપ સાંસદોએ મોદીની ખૂબ પ્રશંસા કરી અને સંસદમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા.

આ પણ વાંચોઃ Video & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસઆ પણ વાંચોઃ Video & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ

English summary
Budget 2019: Now one can get 1 crore rupees loan in 59 minutes announces Piyush Goel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X