For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: બજેટમાં આ વસ્તુઓ થઈ મોંઘી અને આ સસ્તી, જુઓ આખુ લિસ્ટ

આવો જાણીએ, એ કઈ વસ્તુઓ છે જે સસ્તી થઈ છે અને કઈ વસ્તુઓ મોંઘી...

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં 2020-21નુ સામાન્ય બજેટ રજૂ કર્યુ. નિર્મલા સીતારમણ સંસદમાં લગભગ 2 કલાક 40 મિનિટ સુધી બોલ્યા જે અત્યાર સુધીનુ સૌથી લાંબુ ભાષણ છે. જો કે તેમણે તબિયત ખરાબ હોવાના કારણે પોતાની બજેટ સ્પીચને ઘટાડી દીધી. નિર્મલા સીતારમણે કહ્યુ કે આ બજેટ લોકોની ખરીદ શક્તિ વધારવા માટે છે. તેમણે કહ્યુ કે જીએસટી સરકારનુ ઐતિહાસિક પગલુ રહ્યુ છે. જીએસટીના કારણે ઈન્સ્પેક્ટર રાજ ખતમ થયુ. ટેક્સ સ્લેબમાં ફેરફાર દ્વારા મિડલ ક્લાસને રાહત આપવાની કોશિશ તો કરવામાં આવી છે. વળી, એક્સાઈઝ ડ્યુટી વધવાના કારણે ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. આવો જાણીએ, એ કઈ વસ્તુઓ છે જે સસ્તી થઈ છે અને કઈ વસ્તુઓ મોંઘી...

મોંઘી વસ્તુઓ

મોંઘી વસ્તુઓ

નાણામંત્રીએ સિગરેટ અને તમાકુ ઉત્પાદનો પર ઉત્પાદન કિંમત વધારવાનુ એલાન કર્યુ છે. આ કારણે તમાકુ ઉત્પાદનો મોંઘા થઈ જશે.

આયાતી ફૂટવેર અને ફર્નીચર પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે.

ચિકિત્સા ઉપકરણોની આયાત પર હેલ્થ સેસ લગાવવામાં આવ્યુ.

સીલિંગ ફેન્સ પર કસ્ટમ ડ્યુટી 7.5 ટકા વધારીને 20 ટકા કરવામાં આવી.

નાણામંત્રીએ બજેટમાં ફૂડ પ્રોસેસિંગ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારવાનુ પણ એલાન કર્યુ. આનાથી આયાત પેકેટ ફૂડના ભાવ વધી જશે.

આ ઉપરાંત બજેટમાં ઑટો પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યુટીમાં વધારો થયો છે.

શું થયુ સસ્તુ

શું થયુ સસ્તુ

નાણામંત્રીએ વર્તમાનપત્રના કાગળ, લાઈટ વેટ કોટેડ પેપરની આયાત પર કસ્ટમ ડ્યુટીને 5ટકા ઘટાડી.

પ્યુરિફાઈડ ટેરેફ્થિક એસિડ (કપડા અને પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે) પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીને ખતમ કરી દીધી.

નાણામંત્રીએ ખાંડ, કૃષિ-પશુ આધારિત ઉત્પાદનો, ટુના ફીડ, સ્કિમ્ડ દૂધ, અમુક આલ્કોહોલ યુક્ત પીણા, સોયા ફાઈબર, સોયા પ્રોટીન પર કસ્ટમ ડ્યુટીમાં છૂટનો પ્રસ્તાવ આપ્યો.

બજેટ બાદ ઈલેક્ટ્રીક કારો સસ્તી થઈ શકે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફારનુ એલાન

ટેક્સ સ્લેબમાં ફેરફારનુ એલાન

વળી, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે. નાણામંત્રીએ મિડલ ક્લાસને મોટી રાહત આપીને આવકવેરા સ્લેબમાં મોટો ફેરફાર કરવાની ઘોષણા કરી છે. સરકારે 5 લાખ સુધીની વાર્ષિક આવકવાળાને ટેક્સમાં રાહત આપી છે. વળી, નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં ફેરફારની ઘોષણા પણ કરી છે. હવે 5 લાખથી 7.5 લાખ આવક ધરાવતા લોકોને 10 ટકા ટેક્સ આપવો પડશે. 7.5 લાખથી 10 લાખ સુધીની આવકવાળા લોકોને 15 ટકા આવકવેરો આપવો પડશે. વળી, 10 લાખથી 12.5 લાખની આવકવાળા લોકોને 25 ટકા આવકવેરો અને 15 લાખથી વધુ આવકવાળા લોકોએ 30 ટકા ટેક્સ આપવો પડશે. નાણામંત્રીએ કહ્યુ કે નવા ટેક્સ દરોથી 15 લાખ વાર્ષિક આવકવાલા લોકોને 78 હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે.

આ પણ વાંચોઃ બજેટ 2020: આવકવેરાની છૂટના નામે થઈ ગઈ લૂંટઆ પણ વાંચોઃ બજેટ 2020: આવકવેરાની છૂટના નામે થઈ ગઈ લૂંટ

English summary
Budget 2020 Highlights: Full List of Cheaper and Costly Items
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X