For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્રઃ પીએમ મોદીએ કહ્યુ - ભારતના ભવિષ્ય માટે ખૂબ જ ખાસ છે આ દશક, લોકસભા સ્પીકરે બોલાવી બેઠક

પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ પહોંચીને મીડિયા સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

Budget 2021: સંસદના બજેટ સત્ર શુક્રવાર (29 ફેબ્રુઆરી)એ શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રની શરૂઆત શુક્રવારે સવારે રાષ્ટ્રપતિના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા સાથે શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બજેટ સત્ર પહેલા આજે સંસદ પહોંચી ગયા. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ પહોંચીને મીડિયા સાથે વાત કરીને કહ્યુ, 'મને વિશ્વાસ છે કે જે આશા અને અપેક્ષા સાથે દેશે અમને સંસદમાં મોકલ્યા છે, અમે સંસદના આ પવિત્ર સ્થળનો ભરપૂર ઉપયોગ કરીશુ અને લોકતંત્રની બધી મર્યાદાઓનુ પાલન કરીને લોકની આકાંક્ષાઓની પૂર્તિ માટે પોતાનુ યોગદાનમાં પાછળ નહિ રહીએ.' વળી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બપોરે સંસદના નેતાઓની બેઠક બોલાવી છે.

pm modi

પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યુ?

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનુ છે આ દશક. આ દશકનુ આજે પહેલુ સત્ર પ્રારંભ થઈ રહ્યુ છે. ભારતના ઉજ્વળ ભવિષ્ય માટે આ દશક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યુ કે આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તેને સાબિત કરવાનો સ્વર્ણિમ અવસર હવે દેશ પાસે આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણે સૌ ઈચ્છીએ છીએ કે આ દશકનો ભરપૂર ઉપયોગ થાય અને એટલા માટે આ સત્રમાં આ આખા દશકને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ થાય. હું ઈચ્છુ છુ કે બધા પ્રકારના વિચારોની પ્રસ્તુતિ થાય અને ઉત્તમ મંથનથી ઉત્તમ અમૃત પ્રાપ્ત થાય, આ દેશની અપેક્ષાઓ છે. પીએમ મોદીએ કહ્યુ, ભારતના ઉજ્વળ ભવિષ્ય માટે આ દશક ખૂબ જ મહત્વપૂર્ણ છે.પીએમ મોદીએ કહ્યુ કે ભારતના ઈતિહાસમાં વર્ષ 2020માં પહેલી વાર થયુ કે આપણે અલગ અલગ પેકેજ તરીકે 4-5 મિની બજેટ આપવા પડ્યા. માટે મને વિશ્વાસ છે કે આ બજેટ પણ એ રીતનુ થવાનુ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણમાં શું કહ્યુ?

વળી, સંસદ બજેટ સત્ર દરમિયાન પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે પડકારો ગમે તેટલા મોટા કેમ ન હોય, ના આપણે અટકીશુ અને ના ભારત અટકશે. ભારત જ્યારે જ્યારે એક થયુ છે ત્યારે ત્યારે તેણે અસંભવ લાગતા લક્ષ્યોને મેળવ્યા છે. તેમણે કહ્યુ, મને સંતોષ છે કે મારી સરકારના સમયે લેવાયેલા સટીક નિર્ણયોથી લાખો દેશવાસીઓનુ જીવન બચી ગયુ છે. આજે દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે અને જે કોરોના સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે તેમની સંખ્યા પણ બહુ વધુ છે.

શું છે નાણામંત્રી દ્વારા આજે રજૂ થનાર આર્થિક સર્વેક્ષણ?શું છે નાણામંત્રી દ્વારા આજે રજૂ થનાર આર્થિક સર્વેક્ષણ?

English summary
Budget 2021: Budget will be seen as a part of those 4-5 mini budgets says PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X