For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ અને પશ્ચિમ બંગાળ માટે સરકારે ખોલ્યો પિટારો, ચાના બગીચાઓના શ્રમિકો માટે 1000 કરોડ રૂપિયા ફાળવ્યા

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાના બગીચાઓના શ્રમિકો માટે 1000 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે

|
Google Oneindia Gujarati News

Budget 2021: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાના બગીચાઓના શ્રમિકો માટે 1000 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે જેનો લાભ બંગળના ચાના બગીચાઓના શ્રમિકોને મળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ કે જ્યાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીની સરકાર છે એ પ્રદેશને નેશનલ હાઈવે અને રેલ ફ્રેટ કૉરિડોરની ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં ચાના બગીચાઓમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટે આ 1000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

tea

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રવીન્દ્રનાથ ટાગોરના એક કથનને કોટ કર્યુ હતુ. નાણામંત્રીએ બાંગ્લામાં કવિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરના કોડને બોલ્યા, 'બાંગ્લામાં કવિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યુ હતુ - વિશ્વાસ એકટિ પાખિર મતો યા શાંત અંધકાર હલે હાલકા બોધ કરે એવં ગાન કરે.'

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોઈ ભાજપ મંત્રીએ ટાગોરનો ઉલ્લેખ કર્યો છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પોતાના બંગાળ પ્રવાસે કવિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ તેમજ ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર સહિત બંગાળના તમામ મહાપુરુષોને યાદ કરતા આવ્યા છે અને તેમની ઉક્તિઓ સંભળાવતા આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલ પર લગાવાઈ કૃષિ સેસ, જાણો તમારા પર શું થશે અસરપેટ્રોલ-ડીઝલ પર લગાવાઈ કૃષિ સેસ, જાણો તમારા પર શું થશે અસર

English summary
Budget 2021: Rs 1,000 crore given for the welfare of tea garden workers in uniion budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X