Budget 2024 : રેલવેને મળી શકે છે 3 લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ
કેન્દ્રિય બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, સરકાર રેલવેને 3 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપી શકે છે.
સૂત્રો અનુસાર, સરકાર 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં રેલવે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મોટા પેજેકની જાહેરાત કરી શકે છે.

સરકાર દ્વારા બજેટમાં રેલવે માટે કુલ ફાળવણી વધારીને 3 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. આ સિવાય રેલવે માટે ઘણી મોટી જાહેરાતો શક્ય છે.
વીજળીકરણ અને ડબલિંગ પર સરકારનો વિશેષ ભાર હોઈ શકે છે. લગભગ 50 હજાર કરોડ રૂપિયાની ફાળવી શકે છે. નવા હાઇ સ્પીડ રેલવે કોરિડોરની જાહેરાત પણ થઈ શકે છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સફળ રોલ આઉટ પર પણ બજેટમાં કેટલીક જાહેરાત થઈ શકે છે. સરકારનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન હોઈ શકે છે. રેલવે સ્ટેશનોની આસપાસ સોલાર પેનલ લગાવવા માટે ખાનગી ભાગીદારી વધારવા પર પણ ભાર મુકાઈ શકે છે.
ઓનબોર્ડ વાઇ-ફાઇ અને સારી ખાણી-પીણીમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરી શકાય છે અને PPP મોડલ દ્વારા NFR વધારવાના પ્રયાસો પણ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
