Budget 2024 :ક્યારેક પાકિસ્તાનના વડાપ્રધાને રજુ કર્યુ હતુ ભારતનું બજેટ, જાણો કેમ કહેવાય છે હિન્દુ વિરોધી બજેટ?

કેન્દ્ર સરકાર દ્વારા 2024 નું બજેટ લોકસભામાં રજુ થવા જઈ રહ્યું છે. બજેટની ખુબ ચર્ચા વચ્ચે બહુ ઓછા લોકો જાણે છે કે ક્યારેક ભારત માટે પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાને પણ બજેટ રજુ કર્યુ છે.

ભારતમાં બજેટનો ઈતિહાસ 180 વર્ષથી વધુ જૂનો છે. અંગ્રેજો હતા ત્યારથી બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આજે જે બજેટની વાત કરવા જઈ રહ્યા છીએ તેને મોટો હોબાળો સર્જ્યો હતો.

naheru - liyakat ali

લિયાકત અલીએ રજુ કર્યુ હતુ બજેટ

2 ફેબ્રુઆરી 1946 ના રોજ પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાને ભારતનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે લિયાકત અલી ખાન પંડિત જવાહર લાલ નેહરુની વચગાળાની સરકારમાં નાણામંત્રી હતા.

આ બજેટ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે લિયાકત અલીના આ બજેટની ભારે ટીકા થઈ હતી. આ બજેટના દોઢ વર્ષ બાદ વિભાજન બાદ લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા.

મોહમ્મદ અલી ઝીણાના નજીકના મનાતા લિયાકત અલી ખાને આ બજેટ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં રજૂ કર્યું હતું. આજે પણ ઈતિહાસમાં આ બજેટને ગરીબ માણસનું બજેટ કહેવામાં આવે છે.

ઉદ્યોગપતિ વિરોધી બજેટ

દેશના ઉદ્યોગપતિઓએ પણ આ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે લિયાકત અલીના આ બજેટમાં ટેક્સ ખૂબ જ કડક રાખવામાં આવ્યો હતો, જેના કારણે સૌથી વધુ નુકસાન વેપારીઓને થયું હતું.

આ બજેટમાં તેમણે ઉદ્યોગપતિઓ પર દર 1 લાખના નફા પર 25 ટકા ટેક્સ લાદવાની દરખાસ્ત કરી હતી. એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સ બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બજેટની રજૂઆત બાદ લિયાકત અલી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. લોકોએ આ બજેટને હિંદુ વિરોધી બજેટ ગણાવ્યું હતું. વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓએ જાણીજોઈને આવા ટેક્સની જોગવાઈ લાદી છે.

હિન્દુ વિરોધી બજેટ

એવું કહેવામાં આવ્યું હતું કે લિયાકત હિન્દુ ઉદ્યોગપતિઓની વિરુદ્ધ હતા તેથી તેમને નુકસાન પહોંચાડવા માટે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનની કમાન લિયાકત અલી ખાનને સોંપવામાં આવી. તેમને પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા. જો કે તે ત્યાં લાંબો સમય શાસન કરી શક્યા નહીં અને ચાર પછી 1951માં તેમની હત્યા કરાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X