Budget 2024 : રેલવે માટે કેવુ હશે મોદી સરકારનું અંતરિમ બજેટ? આ કંપનીઓના શેરોથી થઈ શકે છે સારી કમાણી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ તેની બીજી ટર્મના અંતિમ બજેટને રજુ કરવા જઈ રહી છે. આ વચગાળાના બજેટમાં ઘણી મોટી જાહેરાતો જોવા મળી શકે છે.

અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, સરકાર આ બજેટમાં રેલવે માટે કંઈક મોટી જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો રેલવે કંપનીઓના શેરમાં ભારે ઉછાળો આવી શકે છે.

railway

માનવામાં આવે છે કે ભારતીય રેલ્વે માટે બજેટની ફાળવણી 2024-25માં રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે. મોદી સરકાર વધારાની આધુનિક અને ઝડપી ટ્રેનો અને બહેતર સલામતી સુવિધાઓ સાથે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર માટે મોટા ફેરફાર પર કામ કરી રહી છે.

અહેવાલો અનુસાર, રેલવે માટે મૂડી ખર્ચ 2023-24ના બજેટ અંદાજ કરતાં લગભગ 25 ટકા વધવાની સંભાવના છે. આ સાથે 2024-25માં અંદાજપત્રીય ફાળવણી 3 લાખ કરોડને પાર કરી શકે છે.

રેલ્વે શેરોમાં લાંબા સમયથી ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ એવું લાગે છે કે આ શેરોમાં હજુ પણ અપસાઇડ સંભવિત છે. આજકાલ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL), ઈન્ડિયન રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC) અને IRCON ઈન્ટરનેશનલના શેર ખૂબ ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

નિષ્ણાતો અનુસાર, રેલ્વે શેરમાં વધારો થવાના કારણોમાં બિઝનેસનું વૈવિધ્યકરણ, આગામી બજેટ 2024માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ફોકસ, રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નવા રોકાણની જાહેરાત અને આ કંપનીઓ દ્વારા અપેક્ષિત મજબૂત Q3 પરિણામો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી બજેટ રજૂ કરવા માટેનું આ સતત છઠ્ઠું વર્ષ હશે. નાણામંત્રી સીતારમણે 2019માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ગયા વર્ષે તે સતત પાંચ કેન્દ્રીય બજેટ રજૂ કરનાર છઠ્ઠા નાણાં પ્રધાન બન્યા હતા. આ પહેલા અરુણ જેટલી, પી. ચિદમ્બરમ, યશવંત સિંહા, મનમોહન સિંહ અને મોરારજી દેસાઈ એવા નાણાપ્રધાન છે જેમણે સતત પાંચ કે તેથી વધુ બજેટ રજૂ કર્યા છે.

2014માં મોદી સરકારમાં નાણાં મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ જેટલીએ 2014-15થી 2018-19 સુધી સતત પાંચ બજેટ રજૂ કર્યા. જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળી રહેલા પીયૂષ ગોયલે 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X