Budget 2024: 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે જ કેમ રજૂ કરવામાં આવે છે બજેટ? અહીં જાણો કારણ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે, મોદી સરકાર 2નું આ છેલ્લું બજેટ છે, એવી અપેક્ષા છે કે આ બજેટ લોકલોભામણુ હશે પરંતુ કોઈ મોટી યોજનાની જાહેરાત થવાની અપેક્ષા નથી.

તે દિવસે નાણામંત્રીના પિટારામાંથી શું નીકળવાનુ છે તે તો 1 ફેબ્રુઆરીએ જ જાહેર થશે. જો કે, અહીં સવાલ એ છે કે બજેટ હંમેશા 1 ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે?

Budget 2024

વાસ્તવમાં, આ પ્રથા મોદી સરકારમાં જ શરૂ થઈ હતી, જ્યારે વર્ષ 2014માં મોદી સરકાર પહેલીવાર કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારે તેણે વર્ષ 2016માં બજેટને લઈને મોટો ફેરફાર કર્યો હતો. તેમણે રેલવે બજેટને સામાન્ય બજેટની સાથે સામેલ કર્યું હતું, તમને જણાવી દઈએ કે અગાઉ રેલવે બજેટ સામાન્ય બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવતું હતું.

તે સમયે અરુણ જેટલી દેશના નાણામંત્રી હતા, તેમણે કહ્યું હતું કે બજેટ બે વખત રજૂ કરવું એ સમયનો વ્યય છે. આ પછી, વર્ષ 2017માં, તેમણે બજેટ રજૂ કરવાની તારીખ નક્કી કરી. અગાઉ બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવામાં આવતું હતું પરંતુ જેટલીએ પ્રક્રિયામાં ફેરફાર કરીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી હતી.

તેમણે કહ્યું હતું કે 'જો બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવામાં આવે છે, તો નવા નાણાકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલથી બજેટની જોગવાઈઓને લાગુ કરવામાં મુશ્કેલી પડે છે, તેથી સરકારે બજેટ રજૂ કરવાની તારીખ નક્કી કરી હતી અને ત્યારથી તે રહ્યું છે તે હંમેશની જેમ ચાલુ રહે છે.

જો કે તેની પાછળનું બીજું કારણ એવું કહેવાય છે કે આ પગલું ભરીને ભાજપે અંગ્રેજોના સમયથી ચાલતી પ્રથાને બદલી નાખી છે. તમને બીજી એક ખાસ વાત જણાવી દઈએ કે બ્રિટિશ કાળમાં સંસદમાં હંમેશા સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ વાજપેયી સરકારે તેનો સમય બદલીને 11 વાગ્યાનો કરી દીધો હતો. ત્યારથી બજેટ ભાષણનો સમય સવારે 11 વાગ્યાનો થઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X