Budget 2025 : માત્ર નાણામંત્રી જ નહીં દેશના ત્રણ વડાપ્રધાન પણ રજુ કરી ચુક્યા છે બજેટ, જાણો નામ
Union Budget 2025 : સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજુ કરવા જઈ રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ રજૂ કરે છે, આ વખતે પણ સરકાર 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ માટે એક ખાસ સત્ર બોલાવવામાં આવે છે અને આમાં, નાણામંત્રી દ્વારા બજેટ ભાષણ આપવામાં આવે છે, જેમાં વિવિધ ફેરફારો અને બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી, વિવિધ સરકારોના નાણામંત્રીઓ બજેટ રજૂ કરી રહ્યા છે, આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ ફરી એકવાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
જો કે, એક સમય એવો હતો જ્યારે નાણામંત્રીને બદલે વડાપ્રધાન દેશનું બજેટ રજૂ કરતા હતા. પહેલા ત્રણ એવા વડાપ્રધાન છે જે બજેટ રજુ કરી ચુક્યા છે. આ લિસ્ટમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પણ સામેલ છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1958માં વડાપ્રધાન તરીકે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ 1958-59નું સામાન્ય બજેટ હતું, જે તત્કાલીન નાણામંત્રીના રાજીનામા બાદ જવાહરલાલ નહેરૂ દ્વારા રજૂ કરવું પડ્યું હતું.
જવાહરલાલ નેહરુ પછી ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈના રાજીનામા પછી ઈન્દિરાએ 1970-71 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.
ઇન્દિરા ગાંધી પછી આ યાદીમાં ત્રીજું નામ રાજીવ ગાંધીનું છે. તે સમયે રાજીવ ગાંધીને નાણાં મંત્રાલયનો હવાલો સંભાળવો પડ્યો હતો અને તેમણે 1987-88 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.
જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજુ કરવામાં આવશે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે.












Click it and Unblock the Notifications
