Business Woman: સની લિયોનીથી શીખો રોકણ કરવાની આ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

કહેવત છે કે પુસ્તકના દેખાવ પરથી પુસ્તકનો અંદાજો ન લગાવી શકાય. કંઇક આવું સની લિયોની મામલે પણ છે. સામાન્ય રીતે સની લિયોનીને બોલીવૂડ હિરોઇન અને અમુક પ્રકારની ફિલ્મો કરતી અભિનેત્રી તરીકે જોવામાં આવે છે. પણ આજે અમે તમને તેના એક બીજા પહેલું અંગે જણાવીશું. જે સની લિયોનીની બિઝનેસ વૂમનની ક્વોલિટીને બતાવે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે સની લિયોની પૈસા બનાવતા સારી રીતે આવડે છે. પણ તે રોકાણ પણ સારી રીતે કરે છે. શેર અને મ્યુચ્યુઅલ ફંડ સની કર્યું છે ભારે રોકાણ.

Read also: Job: ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો? તો અપનાવો આ રીત

તો અહીં જાણો શું છે સની લિયોનીની રણનીતી, કેવી રીતે તે પોતાના પૈસાનું રોકાણ કરે છે અને કેવી રીતે તેમના પૈસાને ડબલ કરે છે. પછી જ નક્કી કરો કે ખરેખરમાં સની લિયોનીની વેપાર અંગે સારી સમજદારી છે કે નહીં...

ઉદ્યોગસહાસી

ઉદ્યોગસહાસી

સની લિયોની પોતાને એક ઉદ્યોગ સહાસી માને છે. રોકણથી જોડાયેલા તમામ લાભ અને જોખમને બન્ને બાજુને તે જીણવટપૂર્ણ ચકાશે છે. સની મુખ્ય રીતે ત્રણ વસ્તુમાં રોકાણ કરે છે. જેમાં છે શેયર, ગોલ્ડ અને જમીન. સની લિયોનીને નિવૃત્તિ સેવિંગ પ્લાનમાં પણ રોકાણ કર્યું છે. સનીએ ઇન્ડિવિજ્યુઅલ રિયાર્મેન્ટ એકાઉન્ટમાં પણ રોકાણ કર્યું છે.

સનીનું પૈસા માટે શું કહ્યું

સનીનું પૈસા માટે શું કહ્યું

કેટલાક સમય પહેલા એક બિઝનેસ સમાચાર પત્રમાં ઇન્ટરવ્યૂ આપતા વખતે સની લિયોનીએ કહ્યું કે તેમના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેણે કહ્યું કે મેં મારા માતા-પિતાનો સંધર્ષ જોયા છે. અને તેનાથી હું ખૂબ જ શીખી છું. વળી આપણે જે પણ કામ કરીએ છીએ તે માટે પૈસા તો જોઇએ જ છે.

રોકાણમાં જોખમ

રોકાણમાં જોખમ

સનીએ જણાવ્યું કે તે રોકાણમાં જોખમ લેવાનું પસંદ કરે છે. પણ તે સાથે જ પોતાનામાં પણ વિશ્વાસ રાખવાનું માને છે. તે સમજી વિચારીને જોખમ લેવામાં વધુ માને છે. તેણે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ, શેર બજારમાં તે વિચારીને રિસ્ક લે છે.

18 વર્ષથી પહેલું રોકાણ

18 વર્ષથી પહેલું રોકાણ

સનીએ જણાવ્યું કે તે જ્યારે 18 વર્ષની હતી ત્યારથી તેણે રોકાણ કરવાનું શરૂ કર્યું છે. તેણે કહ્યું કે તે જેટલું કમાતી પૈસાને રોકાણમાં નાંખતી. તે સિવાય તેણે વેબસાઇટ બનાવવા, એફિલિએટેડ પ્રોગ્રામ શરૂ કરવા અને ફોટો એડિટ કરવા જેવા કામ પણ શીખી લીધા છે.

શેર બજાર

શેર બજાર

સનીએ કહ્યું કે તે પોતાનું 40 ટકા રોકાણ શેયર બજારમાં કરે છે. તે સિવાય 30-30 ટકા રોકાણ જમીન અને ગોલ્ડમાં કરે છે. તેણે કહ્યું કે મોટા ભાગનું રોકાણ તે અમેરિકામાં કર્યું છે. વધુમાં તેણે કહ્યું કે ભારતમાં રોકાણ કરવું સરળ નથી. સાથે જ તેણે કહ્યું કે તે ગોલ્ડના બદલે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં વધુ માને છે.

રોકાણ

રોકાણ

સનીએ કહ્યું કે હાલમાંજ બ્રેગ્જિટ દરમિયાન તેમને પૈસાનું નુક્શાન પણ થયું. વળી અમેરિકામાં મોટા ભાગની વસ્તુઓનો વીમો કરાવવો જરૂરી છે. જે માટે તેણે ઘરમાં વીમો, કારનો વીમો કરાવ્યો છે. સાથે જ ભારતમાં પણ તેની BMW-7 કારનો વીમો કરાવી ચૂકી છે. અને સેફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમમાં પણ પૈસા નાંખ્યા છે તેણે.

પ્રોડક્શન હાઉસ

પ્રોડક્શન હાઉસ

તેણે પોતાના પતિ સાથે મળીને પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. જેમાં અત્યાર સુધી તેણે 50 થી વધુ વયસ્ક ફિલ્મો ડાયરેક્ટ કરી છે. તેણે કેલેફોર્નિયામાં પોતાનું ઘર ખરીદ્યું છે અને એક રિયલ એસ્ટેટમાં તે બિઝનેસ પાર્ટનર પણ છે. વળી તેણે ઓનલાઇન ગેમમાં પણ રોકાણ કર્યું છે.

ડિયો કંપનીમાં રોકાણ

ડિયો કંપનીમાં રોકાણ

વળી સની લિયોનીને રોજિંદી વસ્તુમાં પણ રોકાણ કર્યું છે. સનીએ લસ્ટ ડિયો કંપનીમાં પોતાનું રોકાણ કર્યું છે. અલગ અલગ બ્રાંડની પ્રમોશન સમેત હિરોઇન તરીકે પણ સની લિયોની બોલીવૂડમાં હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે.

English summary
Meet Business Women Sunny Leon who Invest in Gold, Stocks And Real State.
Please Wait while comments are loading...