For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રોતોના જામીન માટે 10000 કરોડ નથી : સહારા જૂથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ : સેબીના રોકાણકારોને કરોડો રૂપિયા પરત કરવાના કેસમાં સહારા જૂથે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેમની પાસે સુબ્રત રોયના જામીન કરાવવા માટે 10 હાજાર કરોડ નથી. સહારાએ કહ્યું છે કે તેઓ જામીન માટે આટલી મોટી રકમ આપવામાં અસમર્થ છે.

આ અંગે જૂથે રજૂ કરેલા નવા પ્રસ્તાવમાં તેઓ 2500 કરોડ રૂપિયા તુરત જ જમા કરાવવા તૈયાર છે. જ્યારે બીજા 2500 કરોડ જમા કરાવવા માટે 21 દિવસનો સમય માંગ્યો છે.

subroto-roy

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયના જામીન માટે અગાઉ દસ હજાર કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ પૂર્વે કોર્ટે 27 માર્ચે સુનાવણી દરમિયાન સુબ્રત રોયને ફરી 3 એપ્રિલ સુધી જેલમાં મોકલી આપ્યા હતા.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રત રોય સહિત અન્ય બે રોકાણકારોને ચાર માર્ચ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અગાઉ સહારાએ ઓફર કરી હતી કે તે રૂપિયા 2500 કરોડનો પહેલો હપ્તો ત્રણ દિવસમાં ભરી દેશે.

જોકે આ માટે તેના અકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો રહેશે. 3500-3500 કરોડ રૂપિયાના બીજા, ત્રીજા અને ચોથા હપ્તા 30 જૂન, 31 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બરના રોજ ભરવાની રજૂઆત કરી હતી. પંચમા અંતિમ હપ્તામાં સેબીને 7000 કરોડ રૂપિયા 31 માર્ચ 2015 સુધી આપવાની રજૂઆત હતી.

English summary
The Sahara Group on Thursday expressed its inability before the Supreme Court to immediately pay Rs. 10,000 crore for securing bail of its chief Subrata Roy and its two directors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X