For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનથી રોકડા આપી સોનું ખરીદવું ખર્ચાળ બનશે

|
Google Oneindia Gujarati News

gold
નવી દિલ્હી, 2 મે : જો આપ રોકડા નાણા ખર્ચીને બે લાખ રૂપિયાની કિંમતથી વધારેનું સોનું ખરીદવા ઇચ્છતા હોવ તો સારું રહેશે કે તમે આ ખરીદી આ મહિનામાં જ પૂરી કરી લો. કારણ કે 1 જૂનથી 2 લાખ રૂપિયાથી વધારેનું સોનું (જેમાં સોનાના દાગીના અને સિક્કા વગેરેનો સમાવેશ થાય છે)ની રોકડ ખરીદી ઉપર એક ટકા કર લાગશે.

નાણા ખરદા 2013માં કરવામાં આવેલા સુધારાની સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે "બે લાખ રૂપિયાની વધારાની સોનાની ખરીદી પર એક ટકાના દરે સ્રોત પર કર સંગ્રહ (ટીસીએસ) લાગશે. આ રીતે પાંચ લાખ રૂપિયાથી વધારાના આભૂષણોના રોકડ વેચાણ પર એક ટકા ટીસીએસ લાગશે." કરમાં કરવામાં આવેલો આ સુધારો 1 જૂન, 2013થી અમલી બનશે. વર્તમાન જોગવાઇઓ અંતર્ગત તેમાં સિક્કા કે આભૂષણોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં બો લાખ રૂપિયાથી વધારેના સોનાના સિક્કાઓના વેચાણ પર ટીસીએસ નથી લાગતો.

સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આમાં કોઇ પ્રકારનો નવો વેરો લગાવવામાં આવી રહ્યો નથી. તેમાં માત્ર સોનાના સિક્કા અથવા અન્ય વસ્તુઓ (10 ગ્રામ કે તેથી ઓછીને) પણ સામેલ કરવામાં આવી છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે આ કોઇ પ્રકારનો નવો વેરો નથી. માત્ર જુના કરને ચાલુ રાખવામાં આવ્યો છે અને તેમાં સિક્કા કે અન્ય સામાનને જે છૂટ આપવામાં આવી હતી, તે છૂટ દૂર કરવામાં આવી છે. લોકસભામાં ખરડો રજૂ કરતા નાણા પ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે આ છૂટથી લોકોને તેનો દુરુપયોગ કરવાની તક મળતી હતી.

English summary
Cash Gold buy would expensive from June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X