7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં બંપર વધારો મળી શકે
ગુજરાત સરકારે નવા વર્ષમાં 5.11 લાખ કર્મચારી અને 4.5 લાખ પેન્શનર્સ માટે 5 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જેના કારણે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. હવે ગુજરાતના સામાન્ય કર્મચારીઓને 17 ટકા ડીએ મળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની સરકારે પણ શિક્ષકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારાની રાહ
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર સામાન્ય બજેટ પહેલા ખુશખબરી આપી શકે છે. મનાઈ રહ્યુ છે કે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લાખો કર્મચારીઓના પગારમાં સરકાર બજેટ પહેલા વધારો કરી શકે છે. મોદી સરકાર આવતા સામાન્ય બજેટ પહેલા ફીટમેન્ટ ફેક્ટરમાં વધારાને મંજુરી આપી શકે છે અને સરકાર મિનિમમ વેતનમાં વધારો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો કેન્દ્રીય કર્મચારીઓના બગારમાં 8000 જેટલો વધારો થઈ શકે છે.

કેબિનેટની મંજુરીની રાહ
છેલ્લા કેટલાક સમયના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર મિનિમમ વેતન અને ફીટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકે છે. સરકાર કોઈપણ સમયે આ જાહેરાત કરી શકે છે, કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં ફીટમેન્ટ ફેક્ટર 2.57 ગણુ છે અને કેન્દ્રિય કર્મચારીઓ તેને 3.68 ટકા કરવાની માંગ કરી રહ્યા છે.

મોંઘવારી ભથ્થામાં વધારો
કેન્દ્રીય કર્મચારીઓને મિનિમત વેતનમાં વધારા સાથે 4 ટકા મોંઘવારી ભથ્થામાં પણ વધારો મળી શકે છે. 2019 ઉપભોક્તા સૂચક આંક અનુસાર ડીએમાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વર્ષે 2 વાર વધારો થાય છે. આ વધારો જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે. આ વધારો મોંધવારીના આધારે નક્કી થાય છે.

કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ફાયદો
કેન્દ્રીય કર્મચારીઓ સાથે સાથે રાજ્યના કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત થઈ શકે છે. 7 માં પગારપંચ મુજબ જે રાજ્યમાં હજુ સુધી જાન્યુઆરી અને જુલાઇ 2019 નું ડીએ નથી વધ્યુ ત્યાં કર્મચારીઓને ડબલ ફાયદો થશે. 31 જાન્યુઆરી સુધીમાં આ ડીએ વધારાનું એલાન પણ થઈ શકે છે. જુલાઈ-ડિસેમ્બર 2019 નું ડીએ 4 ટકા વધશે તો રાજ્યના કર્મચારીઓને 5 ટકા સાથે 4 ટકા ડીએનો ફાયદો મળશે. આમ કુલ 9 ટકાનો વધારો મળશે.