કર્મચારીઓ પર મહેરબાન કેન્દ્ર સરકાર, 10 ટકા વધારશે ડીએ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર આવતા મહીને ડીએ(મોંઘવારી ભથ્થુ)માં 10 ટકાનો વધારો કરીને 100 ટકા કરી શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શનવાળા નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે.

સરકાર આવું કરે છે, તો સતત બીજીવાર ડીએમાં 10 ટકાનો વધારો થશે. આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2013માં 10 ટકા ડીએ વધારીને 90 ટકા કરી દીધો હતો, જે 1 જુલાઇ, 2013થી લાગુ માનવામાં આવ્યો હતો.

એક અધિકારીક સૂત્ર અનુસાર શરૂઆતી ગણતરીથી એવું લાગે છે કે ડીએમાં વધારો 10 ટકા કરતા ઓછો નથી થાય અને આને 1 જાન્યુઆરી, 2014થી લાગુ માનવામાં આવશે.

salary
તેમણે જણાવ્યું કે ડીએમાં કેટલો વધારો થશે એ ત્યારે જ ખબર પડશે જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ ડિસેમ્બરનું સંશોધિત CPI-IW (ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કસ) આવશે. સરકારથી 31 જાન્યુઆરીના રોજ જારી પ્રોવિઝનલ ડેટા અનુસાર ફેક્ટ્રી વર્કસ માટે છૂટક ફૂગાવો દર ડિસેમ્બરમાં 9.13 ટકા હતો.

અત્યાર સુધીના ચલણ અનુસાર સરકાર છેલ્લા 12 મહીનાના CPI-IW ડેટાના આધાર પર ડીએ વધારતી આવી છે. આ આધારે લાગે છે કે અંતિમ દર નક્કી કરવા માટે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2013 સુધીના ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે. અત્રે નોંધીનય છે કે આ અંગેની જાહેરાત માર્ચમાં થઈ શકે છે.

English summary
Center is likely to announce next month a hike in dearness allowance by 10 per cent to 100 per cent, benefiting about 50 lakh employees and 30 lakh pensioners.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.