For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રાહકોને ગમતી કંપની પાસેથી વીજળી ખરીદવાની આઝાદી મળશે

|
Google Oneindia Gujarati News

electricity
નવી દિલ્હી, 5 જુલાઇ : વીજ ગ્રાહકોને હવે પોતાની પસંદગીની કંપનીની વીજળી ખરીદવાની આઝાદી મળશે. સરકાર વીજળી પૂરી પાડતી કંપનીઓ વચ્ચે સ્પર્ધા ઊભી કરવાનું વિચારી રહી છે. તેના પરિણામે ગ્રાહકોને સારી અને સસ્તી સેવા મળે તેવી શક્યતા છે. ઈલેક્ટ્રિસિટી એકટમાં છેલ્લા કેટલાક સમયથી સુધારાની વાતો ચાલી રહી છે. એક્ટમાં સુધારો કરીને સરકાર આ સેક્ટરમાં મલ્ટિપલ લાઈસન્સની વ્યવસ્થા ઊભી કરવાનું વિચારી રહી છે.

એક અગ્રણી અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે "આ પદ્ધતિ પણ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી જેવી જ હશે. આ પદ્ધતિમાં જેમ ગ્રાહકો તેમની પસંદગીના ટેલિકોમ ઓપરેટરને પસંદ કરી શકે છે તેમ હવે આગામી સમયમાં ગ્રાહકો પણ તેમની વીજ કંપની પસંદ કરી શકશે. સરકાર ઈલેક્ટ્રસિટી એક્ટ 2003માં સંશોધન કરી રહી છે અને તેના મત પ્રમાણે તેઓ એક જ સેક્ટરમાં ઘણી ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓનો સમાવેશ કરવા માગે છે. કેન્દ્ર સરકાર આ પદ્ધતિ દ્વારા ઈલેક્ટ્રિસિટી સપ્લાય અને નેટવર્ક મેન્ટેનન્સને પણ સારી રીતે ઊભી કરી શકશે."

આ પ્રારંભિક તબક્કામાં કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રીએ આ વિશે વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે વાત કરવાનુ શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોઈ ચોક્કસ વિસ્તારમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન કંપનીની વીજ સપ્લાય અને ઈલેક્ટ્રિસિટી સિસ્ટમને નિભાવવા માટેની જવાબદારી સોપવામાં આવતી હોય છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટીપલ લાઈસન્સ અને મોટા ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે પાવર ટેરિફને ડી રેગ્યુલેટ કરવાની અરજી કરવામાં આવી છે. સરકારે છ વર્ષ પછી રેટલ ટેરિફને સંપૂર્ણ રીતે ડી રેગ્યુલેટ કરવલાની અરજી કરી છે.

આ અનુસાર પાવર મિનિસ્ટ્રી રિટેલ પાવર સેક્ટરમાં પોર્ટેબિલિટી લાગુ કરવાથી કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફ, ક્રોસ સબસિડી, સ્ટેટ પાવર ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓની ખરાબ ફાઈનાનન્શિયલ હાલત અને નબળુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટા પ્રશ્નો છે.

English summary
Consumer will get freedom to buy electricity from any company.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X