દેશના ટોચના CEOsના ઘરે શુભ પ્રસંગો

મુંબઇ, 17 નવેમ્બર : આ વર્ષે ભારતની બે અગ્રણી પ્રાઇવેટ બેન્‍કોના વડાના ઘરે એક જ દિવસે લગ્ન પ્રસંગ આવ્‍યા છે. આઇસીઆઇસીઆઇ બેન્‍કના મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફીસર ચંદા કોચરની દીકરી આરતીના લગ્નની વિવિધ 27 નવેમ્‍બરથી મુંબઇમાં તેમના ઘરે શરૂ થશે. બરાબર એ જ દિવસે એચડીએફસી બેન્‍કના ચેરમેન દીપક પારેખ જોધપુરમાં તેમના દીકરા સિદ્ધાર્થના લગ્નમાં મહેમાનોને આવકારતા હશે.

આરતીના લગ્નનું પ્રીવેડિંગ રિસેપ્‍શન તાજમહાલ હોટેલમાં, સંગીત ટ્રાઇડન્‍ટમાં અને વિવિધ તાજ લેન્‍ડ્‍્‌સ એન્‍ડમાં યોજાશે. આરતી જેની સાથે પ્રભુતામાં પગલાં પાડવાની છે તે આદિત્‍ય કાજીના પપ્‍પા સમીર કાજી એક પેકેજિંગ કંપનીના માલિક છે અને એન્‍ટિલિયામાં રહેતા અંબાણીઓના ખાસ મિત્ર છે. આરતી અને આદિત્‍ય પેન્‍સિલવેનિયા યુનિવર્સિટીમાં સાથે ભણતા અને ત્‍યાં જ બન્ને પ્રેમમાં પડેલા.

chanda-kochar

એચડીએફસી વાળા દીપક પારેખનો નાનો દીકરો સિદ્ધાર્થ પોતાની ઇંગ્‍લીશ-અમેરિકન ગર્લફ્રેન્‍ડ કલેર ઓનેલ સાથે પરણી રહ્યો છે. સિદ્ધાર્થ પણ અમેરિકાની પેન્‍સિલવેનિયા અને કોલમ્‍બિયા યુનિવર્સિટીઓમાં ભણેલો છે અને ત્‍યારે પોતાનું કંઇક સાહસ કરવા જઇ રહ્યો છે. જયાર તેની લંડન યુનિવર્સિટીની ગ્રેજયુએટ વાગ્‍દત્તા કલેર તાજ હોટેલ્‍સ એન્‍ડ રિસોર્ટ્‍સ સાથે જોડાયેલી છે. આ બન્નેના લગ્ન હિન્‍દુ અને ખ્રિસ્‍તી એમ બન્ને વિધીથી થશે.

તારીખ 27 નવેમ્‍બરે મેહરાનગઢ ફોર્ટમાં સંગીત, 28મીએ બલ સમંદ લેક પેલેસ હોટેલમાં ખ્રિસ્‍તી વિધીથી અને ર૯મીએ ઉમેદ ભવન પેલે. હોટેલમાં હિન્‍દુ વિધીથી તેઓ લગ્નગ્રંથિથી જોડાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X