For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે રાંધણ ગેસ અને CNGના ભાવ દર ત્રણ મહિને વધી શકે!

|
Google Oneindia Gujarati News

natural-gas
નવી દિલ્હી, 28 મે : પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાની શક્યતા બાદ હવે નેચરલ ગેસના ભાવ પણ તમારા ઘરનું રસોઇ અને ટ્રાવેલિંગ બજેટ બગાડી શકે છે કારણ કે પ્રમુખ ઇંધણની જેમ જ નેચરલ ગેસના ભાવને પણ ઉદાર બનાવવાની તૈયારી થઇ રહી છે. કેબીનેટ મંજુરી મળ્‍યા બાદ જો આ પ્રસ્‍તાવ પાસ થયો તો પ્રાકૃતિક ગેસ એટલે કે નેચરલ ગેસના ભાવ દર ત્રણ મહિને વધારવામાં આવશે.

આ બાબતમાં પેટ્રોલીયમ મંત્રાલયે 14 મેના રોજ આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીને મોકલેલી નોધમાં તમામ સ્ત્રોતોથી ઉત્‍પાદિત ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવોની નિયમિત અવધિમાં સમીક્ષા કરવાનો પ્રસ્‍તાવ છે. આ પ્રસ્‍તાવ 12મી પંચવર્ષીય યોજના માટે છે. પ્રસ્‍તાવમાં વર્ષ 2016 - 17 સુધી કિંમતોને વધારી 6.8 ડોલરથી 10 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવાની યોજના છે.

હાલ ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવ 4.2 ડોલર પ્રતિ એમએમબીટીયુ છે. પ્રસ્‍તાવમાં જણાવાયુ છે કે, ગેસના ભાવ દર ત્રણ મહિને આંકડાના આધાર પર વધારવા જોઇએ. આ પ્રસ્‍તાવને કેબીનેટની મંજુરી મળ્‍યા બાદ પ્રાકૃતિક ગેસના ભાવ દર ત્રણ મહિને વધારવામાં આવશે જેને કારણે તમારા ઘરનું બજેટ દર ત્રણ મહિને વધી જશે.

પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારાનો મતલબ વિજળીના ખર્ચમાં વધારો, પાઇપલાઇનથી મળનાર ગેસના ભાવમાં વધારો અને સીએનજીથી ચાલતા વાહનોના ખર્ચમાં પણ વધારો, સાથોસાથ આનાથી ખાતરના ઉત્‍પાદનની કોસ્‍ટ પણ વધી જશે. જે યુરિયાના ખર્ચને વધારશે. ગેસના ભાવમાં 1 ડોલર પ્રતિ એમએમબીટીયુ વધારાનો મતલબ રૂપિયા 31.55 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ થશે. દર વર્ષે રૂપિયા 10,040 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ વધશે. જે વિદ્યુત વિતરણ કંપની ઉપર પડશે.

English summary
Cooking gas and CNG price may be increased every three months!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X