કોરોનાથી શેર માર્કેટ પ્રભાવિત, સેંસેક્સમાં 2179 અંકનો કડાકો
કોરોનાથી શેર માર્કેટ પ્રભાવિત, સેંસેક્સમાં 2179 અંકનો કડાકો
નવી દિલ્હીઃ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે પણ શેર બજારમાં ગિરાવટ ચાલી રહી છે. જ્યાં બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1591.80 અંક એટલે કે 4.67 ટકાની ગિરાવટ સાથે 32511.68ના સ્તર પર ખુલ્યો છે, જ્યારે નેશનલ સ્ટૉક એક્સજેન્જનો નિફ્ટી 446.85 અંક એટલે કે 4.49 ટકાની ગિરાવટ સાથે 9508.35ના સ્તર પર ખુલ્યો છે.

સવારે 9.35 વાગ્યાના આંકડા જોઈએ તો ગિરાવટ સાથે ખુલ્યા બાદ બોમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સમાં 2179.73 અંક એટલે કે 6.39 ટકાની ગિરાવટ આવી. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં 547.85 અંક એટલે કે 5.50 ટકાની ગિરાવટ જોવા મળી.
જ્યારે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો પણ ગિરાવટ સાથે ખુલ્યો છે. ડૉલરના મુકાબલે આજે રૂપિયો 15 પૈસાની ગિરાવટ બાદ 74.06ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો 73.91ના સ્તર પર બંધ થયો હતો. આવા હાલ માત્ર ભારતીય શેર બજારના જ નહિ બલકે દુનિયાભરના શેર બજારના છે. કોરોનાવાઈરસને કારણે આખી દુનિયાનો કારોબાર પ્રભાવિત થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
