અદાલતે સ્પેક્ટ્રમ મુદ્દે એરટેલના સુનીલ મિત્તલને સમન્સ બજાવ્યું

airtel
નવી દિલ્હી, 19 માર્ચ : નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (યુપીએ)ના શાસનકાળ દરમિયાન એડિશનલ સ્પેક્ટ્રમની ફાળવણીમાં કરવામાં આવેલી કથિત ગેરરીતિ સંબંધિત એક કેસમાં દિલ્હીની એક કોર્ટે ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ, ટેલિકોમના ભૂતપૂર્વ સેક્રેટરી શ્યામલ ઘોષ અને એસ્સાર ગ્રુપના પ્રમોટર રવિ રૂઈયાને સમન્સ બજાવ્યું છે.

આ કહેવાતી ગેરરીતિઓ માટે મોબાઈલ કંપનીઓ, ભારતી એરટેલ, વોડાફોન અને સ્ટર્લિંગ સેલ્યૂલર સામે નોંધવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લઈને સ્પેશિયલ સીબીઆઈ જજ ઓ પી સૈનીએ 11 એપ્રિલ, 2013ના રોજ સૌને હાજર થવા માટેનું સમન્સ મોકલાવ્યું છે.

સીબીઆઈએ કોર્ટને કહ્યું છે કે ભારતી સેલ્યૂલર (અત્યારની ભારતી એરટેલ) અને સ્ટર્લિંગ સેલ્યૂલર (અત્યારની વોડાફોન મોબાઈલ સર્વિસ)ને દિલ્હી મેટ્રો એરિયા માટે જ્યારે હચીસન મેક્સ (અત્યારની વોડાફોન ઈન્ડિયા)ને મુંબઈ મેટ્રો વિસ્તાર માટે ૧૭ જુલાઈ, 2002ના રોજ એડિશનલ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી હતી.

સીબીઆઈનો આરોપ છે કે ઘોષ તથા ઉક્ત ત્રણ ટેલિકોમ કંપનીએ ક્રિમિનલ ષડયંત્ર ઘડ્યું હતું જેને કારણે દેશની તિજોરીને રૂપિયા 846 કરોડની ખોટ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X