Defence stocks : ભારત-ફ્રાન્સ રાફેલ ડીલને પગલે ડિફેન્સ શેરોમાં જોરદાર તેજીનો માહોલ

Defence stocks : ભારત-પાકિસ્તાન રહેલા તણાવ વચ્ચે ભારતે રક્ષા ક્ષેત્રે મોટુ પગલુ ભર્યું છે. સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ-એમ (Rafale-M) ફાઇટર જેટ્સ ખરીદવા માટે આશરે 63,000 કરોડના કરારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ દરમિયાન ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ ડીલ હેઠળ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર ફાઈટર જેટ્સ મળશે, જે ભારતીય નૌકાદળની સમુદ્રી સૈનિક શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે.

defence stocks

ભારતીય પક્ષ તરફથી રક્ષા સચિવ રાજેશકુમારસિંહે અને ફ્રાન્સ તરફથી ભારત સ્થિત ફ્રેન્ચ રાજદૂતે આ કરારમાં હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે અગાઉ ફ્રાન્સના રક્ષામંત્રી પોતે આવીને સમારોહમાં હાજરી આપવાના હતા પણ ખાનગી કારણોસર તેમનો પ્રવાસ રદ થયો હતો.

આ રાફેલ ડીલને ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યારસુધીની સૌથી મોટી રક્ષા કરાર માનવામાં આવી રહી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને આ ડીલને પગલે ભારતીય બજારમાં ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. મોટા ભાગના ડિફેન્સ શેરોમાં 5% થી 10% સુધીનો જમ્પ નોંધાયો છે.

  • NSE પર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના શેરમાં 5.50%નો ઉછાળો આવી ₹4,430 પ્રતિ શેર થયા.
  • મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના શેરમાં 4.77%નો વધારો થઈને ₹2,788 પ્રતિ શેરે પહોંચ્યા.
  • ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં 2.59%ની વૃદ્ધિ નોંધાઈ.
  • ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેરોમાં 5.42%નો ઉછાળો આવ્યો.
  • પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીજના શેરોમાં આશરે 9.27%નો ઉછાળો જોવા મળ્યો.

ઓમ્નીસાયન્સ કેપિટલના CEO અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વિકાસ ગુપ્તાએ જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધના સંકેત વચ્ચે ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી છે. યુદ્ધમાં શસ્ત્રો, ગોળા-બારુદ અને અન્ય સૈનિક સાધનોની ભારે માંગ ઊભી થાય છે, જેના કારણે ડિફેન્સ કંપનીઓને મોટા ઓર્ડર મળી શકે છે.

ડૉ. ગુપ્તાએ ઉમેર્યું કે સેનાનું સંચાલન માત્ર હથિયારોથી નહિ પણ લોજિસ્ટિક્સ, ખોરાક, કપડાં અને અન્ય આવશ્યક સમાગ્રીઓથી પણ થાય છે. તેથી રક્ષણ માટેની સંપૂર્ણ સપ્લાય ચેઇનનું મજબૂત હોવી અત્યંત આવશ્યક છે.

ભારતની હાલની પરિસ્થિતિએ આ સ્પષ્ટ કરી દીધું છે કે રક્ષા તૈયારી પર વધારે ભાર આપવો જરૂરી બન્યો છે. આવનારા સમયમાં ડિફેન્સ બજેટમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે.

આ નવા રાફેલ મેરિન જેટ્સને ભારતની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવશે અને તેને ભારતીય નૌકાદળના એવિયેશન કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.

નવા રાફેલ એરોપ્લેન્સ વર્તમાન MiG-29K સાથે સંકલિત રીતે કામ કરશે. સ્વદેશી એવિએશન કેરિયરના વિકાસ સુધી આ નવા ફાઇટર જેટ્સ ભારતની રક્ષા શક્તિમાં મહત્વનો ફાળો આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X