યશવંત સિંહા પછી અરૂણ શૌરીએ કર્યો મોદી સરકાર પર હુમલો

Written By:
Subscribe to Oneindia News

ભારતીય જનતા પાર્ટીની અંદર તો નોટબંધીને લઇને વિરોધ ચાલી રહ્યો છે. એટલેમાં જ એનડીટીવી સાથેના એક ઇન્ટરવ્યૂમાં અરૂણ શૌરી પણ નોટબંધીના નિર્ણયને અત્યાર સુધી સૌથી મોટી મની લોન્ડરિંગ સ્ક્રીમ કહ્યું છે. સાથે જ તેમણે જીએસટીની પણ અયોગ્ય નિર્ણય જણાવ્યું છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થા પડવા પાછળ મોદી સરકારના આ બન્ને નિર્ણયો જ જવાબદાર છે. સાથે જ અરૂણ શૌરીએ કહ્યું કે નોટબંધી લાગુ કરવાથી ખાલે કાળા નાણાં સફેદ થયા છે. અરૂણ શૌરીએ ભારતીય રિર્ઝવ બેંકના તે આંકડાને સામે મૂક્યા હતા જેમાં નોટબંધી પછી 99 ટકા જૂની નોટો બેંકમાં જમા થવાની વાત કરી હતી. આ આધાર પર તેમણે કહ્યું કે આ વાત સાફ બતાવે છે કે નોટબંધીથી ખાલી કાળું નાણું સફેદ થયું છે. નોંધનીય છે કે અરૂણ શૌરી ભારતના જાણીતા પત્રકાર અને અર્થશાસ્ત્રી છે.

Arun shourie

ત્યારે નોટબંધીની સાથે જ તેમણે જીએસટી પર પણ સરકાર પર નિશાનો તાક્યો હતો. તેમણે કહ્યું કે ભારત હાલ છે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તે માટે સૌથી વધુ જો કોઇ સરકારી નિયમ જવાબદાર છે તો તે છે જીએસટી. તેમણે કહ્યું કે દેશમાં જેટલો પણ આર્થિક સંકટ ઊભો થયો છે તેનું મૂળ જીએસટીમાં રહેલું છે. આમ ભાજપના જ ભૂતપૂર્વ નાણાંમંત્રી યશવંત સિંહાના વિરોધ બાદ હવે જાણીતા અર્થશાસ્ત્રી અરૂણ શૌરીએ પણ મોદી સરકારની આર્થિક નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને તેને અયોગ્ય ગણાવી છે.

English summary
demonetisation was the largest money laundering scheme ever says arun shourie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.