ડીઝલના ભાવમાં આજે ફરીથી કરાયો વધારો, જાણો આજના ભાવ

એક વાર ફરીથી આજે ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો અને સામાન્ય જનતાને ભાવમાં ઘટાડાની રાહત ન આપી.

નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જોવા મળી રહી છે. છેલ્લા અમુક સપ્તાહોમાં વધારા બાદ આ સપ્તાહે દુનિયાભરના બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંંધવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. એક વાર ફરીથી આજે ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો અને સામાન્ય જનતાને ભાવમાં ઘટાડાની રાહત ન આપી. જો કે પેટ્રોલના ભાવમાં ઘટાડામાં રાહત આપી નહિ. જો કે પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો આજે વધારો નથી કરવામાં આવ્યો પરંતુ ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

petrol

તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે ડીઝલના ભાવમાં 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા બાદ ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્યુ છે. ડીઝલની કિંમત 81.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જો કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો પરંતુ આ સપ્તાહે ડીઝલના ભાવમાં આજે ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. સોમવારે પણ ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.

જો કે પેટ્રોલના ભાવમાં છેલ્લા 18 દિવસોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. છેલ્લી વાર પેટ્રોલના ભાવમાં 29 જૂને વધારો કરવામાં આવ્યો હતો. 29 જૂને પેટ્રોલના ભાવમાં 5 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દિલ્લીમાં 17 જુલાઈએ પેટ્રોલના ભાવ 80.43 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલના ભાવ પેટ્રોલથી વધુ થઈ ગયા છે અને તે 81.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દિલ્લી હાલમાં દેશનુ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં પેટ્રોલ ડીઝલથી સસ્તુ મળી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X