For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : કરન્ટ બેલેન્સ અને અવેલેબલ બેલેન્સ વચ્ચેનો ભેદ

|
Google Oneindia Gujarati News

આપણે જ્યારે પણ આપણી ATM (એટીએમ) સ્ટેટમેન્ટ સ્લિપ જોઇએ ત્યારે આપણને ધ્યાનમાં આવે છે કે તેમાં બે પ્રકારના બેલેન્સ જોવા મળે છે. જેમાં બે પ્રકારના બેલેન્સનો ઉલ્લેખ હોય છે. જેમાં કરન્ટ બેલેન્સ કે અવેલેબલ બેલેન્સનો સમાવેશ થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું થાય છે?

આપ જ્યારે બેંકમાં વિઝિટ કરો છો અને આપના મિત્રએ ચેકથી જમા કરાવેલા પૈસા ઉપાડો છો ત્યારે ટેલર આપને જાણ કરે છે કે આપના ખાતામાં બેલેન્સ અપુરતું છે. ત્યારે થોડી ક્ષણો માટે આપને આંચકો લાગે છે. આથી જ્યારે ચેકની બાબત હોય ત્યારે તેની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી તે જાણી લેવું જરૂરી છે.

personal-finance-investment-21

બેંકિંગની ભાષામાં અવેલેબલ બેલેન્સ કોઇ પણ નિયંત્રણ વગરની વાસ્તવિક રકમની વાત કરે છે. આ રકમનો આપ ઉપાડ કરી શકો છો અથવા કાર્ડ દ્વારા વિડ્રો કે પેમેન્ટ કરી શકો છો.

કરન્ટ બેલેન્સ એટલે એવી રકમ જે અવેલેબલ બેલેન્સ કરતા વધારે કે ઓછી હોઇ શકે છે. કરન્ટ બેલેન્સ એટલે એ રકમ જે આપના ખાતામાં જમા થવાની હોય કે તેને હોલ્ડ પર રાખી હોય છે.

ચેકના કિસ્સામાં હંમેશા સમય લાગે છે. વિવિધ દેશમાં ચેક ક્લિયરિંગનો સમય અલગ અલગ હોય છે. કેટલીક જગ્યાએ ચેક ક્લિયરિંગ કલાકોમાં થઇ જાય છે. જ્યારે કેટલીક જગ્યાએ દિવસો લાગે છે.

કરન્ટ બેલેન્સ એમાઉન્ટ અલગ હોય છે. બેંકને ખ્યાલ હોય છે કે ચેક ખાતામાં જમા થયો છે કે આપવામાં આવ્યો છે. પણ જ્યાં સુધી રકમ ક્લિયર ના થાય ત્યાં સુધી તેને ઉપાડી શકાય તેવી રકમમાં જોડવામાં આવતી નથી.

ઉદાહરણ તરી કે જો આપના ખાતામાં રૂપિયા 50,000નું બેલેન્સ છે. આપ રૂપિયા 25,000નો ચેક લખી આપો છો. તો બેંક રૂપિયા 25,000 અલગ મૂકી રાખે છે. આમ છતાં આપનું કરન્ટ બેલેન્સ રૂપિયા 50,000 બતાવે છે. જ્યારે અવેલેબલ બેલેન્સ રૂપિયા 50000 બાદ રૂપિયા 25000 છે. એટલે કે રૂપિયા 25,000 વાપરી શકાય એમ છે.

English summary
Difference Between Current Balance and Available Balance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X