For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFSC અને MICR Code વચ્ચે શું તફાવત છે?

|
Google Oneindia Gujarati News

બેંકિંગ ક્ષેત્રમાં IFSC અને MICR કોડ બે સામાન્ય ટર્મ છે જે મોટા બાગે આર્થિક વ્યવહારો જેમ કે NEFT, RTGS દ્વારા નાણાનું ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે કેટલાક લોકો હજી પણ આ બે ટર્મ વચ્ચે ગૂંચવાય છે. તેઓ આ ટર્મના ખયાલ અને તેના મહત્વ અંગે મૂંઝવણમાં રહે છે. આપણે આ બંને ટર્મ્સને વધારે સ્પષ્ટ કરીને સમજીએ જેથી બંને વચ્ચેનો તફાવત અને તેનું મહત્વ સમજાય.

MICR કોડ :
MICR કોડનું આખુ નામ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકોગ્નિશન થાય છે. MICR કોડ તમામ ચેકોમાં નીચેની સફેદ લાઇનમાં લખવામાં આવે છે. આ પટ્ટીને માઇકર બેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોડનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન્સ માટે પણ થાય છે. MICR કોડનો ઉપયોગ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે કરવામાં આવે છે.

12-1418401846-investment-6

MICR કોડમાં ચેકની વિગતો હોય છે જેમાં તેના સીરિયલ નંબરનો પણ સમાવેશ થાય છે. આ આંક 9 આંકડાનો હોય છે. જમાં પ્રથમ ત્રણ આંક સિટી કોડ, બીજા ત્રણ આંક બેંક કોડ અને ત્રીજા ત્રણ આંક બ્રાન્ચ ઓળખવા માટે વાપરવામાં આવે છે.

IFSC કોડ :
IFSC કોડનું આખું નામ ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ કોડ થાય છે. આ કોડ NEFT ધરાવતી શાખાઓની ઓળખ માટે વાપરવામાં આવે છે. આ કોડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન્સ જેવી કે RTGS (રિયલ ટાઇમ ગ્રોસ સેટેલમેન્ટ), NEFT (નેશનલ ઇલેક્ટ્રિકલ ફંડ ટ્રાન્સફર અને CFMS (સેન્ટ્રલાઇઝ્ડ ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ) માટે વાપરવામાં આવે છે.
કોઇપણ વ્યક્તિ જ્યારં ફંડ ટ્રાન્સફર કરવા ઇચ્છે ત્યારે IFSC કોડની જરૂર પડે છે. જેના કારણે લાભાર્થીના ખાતામાં જ સીધા પૈસા જમા થઇ જાય છે.

English summary
What is the Difference Between IFSC and MICR Code?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X