For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRIs માટે પણ સેક્શન 80cમાં ભારતીયો જેવા ટેક્સ સેવિંગ વિકલ્પો છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRIs)ને આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ ભારતીયોની જેમ કર બચતનો લાભ મળતો નથી.

ભારતમાં કર બચતને સમજતા પહેલા એ સમજવું અગત્યનું છે કે કલમ 80C હેઠળ કઇ કઇ કર બચતોનો સમાવેશ થાય છે. કલમ 80C હેઠળની કર બચતોમાં ચૂકવવામાં આવેલી વીમા રકમ, કર મુક્તિની પરવાનગીવાળું HRA, બાળકોની ચૂકવવામાં આવેલી ટ્યુશન ફી, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (ULIP), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ વગેરેનો સમાવેશ થાય છે.

tax-4

આનો અર્થ એ થાય છે કે નાણાકીય વર્ષ દરમિયાન તમે આમાંથે એકમાં પણ રોકાણ કે ખર્ચ કર્યો હોય તો આપને તેટલી રકમ આપની કર પાત્ર આવકમાંથી બાદ મળે છે.

આ બાબતને વધારે સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે એક નાણાકીય વર્ષ દરમિયાન આપની આવક રૂપિયા 5.5 લાખ છે. ઉપરના વિવિધ બચત સાધનોમાં આપે કુલ રૂપિયા 1.20 લાખનું રોકાણ કર્યું છે. આ કારણે કલમ 80cના લાભને બાદ કરતા આપની કુલ કરપાત્ર આવક રૂપિયા 4.30 લાખ છે. આ કારણે આપે રૂપિયા 5.5 લાખ પર નહીં પરંતુ રૂપિયા 4.30 લાખની રકમ પર કર ચૂકવવાનો છે.

NRIs અને કલમ 80C
NRIsને કલમ 80c હેઠળ આવતા સાધનોમાં રોકાણ કરવાની છૂટ નથી એટલે તેમને તેનો લાભ પણ મળતો નથી. દાખલા તરીકે NRIsને નવું ખાતું ખોલાવીને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે પીપીએફમાં રોકાણ કરવાની મંજુરી નથી. હા, તેઓ ભારતમાં તેમનું જુનું ખાતું હોય તો તેનો ઉપયોગ ચોક્કસ કરી શકે છે. NRIs એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડમાં પણ રોકાણનો પ્રશ્ન ઉભો થતો નથી. તેઓ યુલિપ્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરી શકે છે. NRIsને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં નવું રોકાણ કરવાની પણ મંજુરી નથી.

તારણ :
જો આપ NRIs હોવ તો અહીં ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80c હેઠળ કર્યા સાધનોમાં આપ કર બચત કરીને કરલાભ મેળવી શકો તેની યાદી આપી છે. નોંધનીય છે કે આ વર્ષે બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કલમ 80c હેઠળ કર બચત મર્યાદા એક લાખથી વધારીને રૂપિયા 1.5 લાખ કરી છે.

  • ચૂકવવામાં આવેલું લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ
  • ભારતમાં ભણતા બાળકોની સ્કૂલ ફી (તેમાં ટર્મ ફી અને ટ્રાન્સપોર્ટ ફીનો સમાવેશ થતો નથી)
  • યુલિપ્સ
  • હાઉસિંગ લોનની મુખ્ય રકમ
  • ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ
  • NRO ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝિટ
English summary
Do NRIs have the same tax saving options under Sec 80C like resident Indians?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X