For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સ્થિતિ કપરી, વધુ સુધારાની જરૂરઃ ચિદમબરમ

By Super
|
Google Oneindia Gujarati News

Chidambaram
નવીદિલ્હી, 24 ઑક્ટોબરઃકપરી આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા નાણામંત્રી પી ચિંદમબરમે કહ્યું કે દેશ વધુ ભૂલો સહી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, રાજકોષીય નુક્સાન પર અંકુશ લગાવવા તથા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન માટે વધુ સુધારાની જરૂર છે.

શંકર ઐયરના પુસ્તક 'એક્સિડેન્ટલ ઇન્ડિયા'ના વિમોચન સમારોહમાં નાણામંત્રીએ કહ્યું, આજે આપણે કપરી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ, મને લાગે છે કે મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે ભૂલો ના કરીએ. આપણે ત્વરિત પગલે રાજકોષીય મજબૂત કરવાના રસ્તે પરત ફરવું પડશે. નાણામંત્રીએ કહ્યું કે આજે દેશમાં આર્થિક જીવનના પ્રત્યેક પહેલુમાં સુધારાની જરૂર છે.

તેમણે કહ્યું કે, સુધારાઓ પ્રત્યે વિરોધને જોઇને તે હેરાન નથી. આગળ વધવાનો એકમાત્ર રસ્તો સુધારો છે.હાં, આપણે એ વાત પર ચર્ચા કરી શકીએ છીએ કે કયા સુધારા જરૂરી છે અને કયા જરૂરી નથી. કયા પ્રાથમિક સુધારાની જરૂર છે અને કયાની નથી. સરકાર દ્વારા હાલમાં આધારના ઉપયોગથી નકદ સબસિડી હસ્તાતંરણના નિર્ણય અંગે ચિદમબરમે કહ્યું કે, નકદી હસ્તાંતરણથી સબસિડીમાં સારી એવી બચત થશે, આ રીતે તેમાં રહેલી ખામીઓને દૂર પણ કરી શકાશે.

English summary
P Chidambaram today said the country cannot afford to make more mistakes and made a case for accelerating reforms to promote growth and contain fiscal deficit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X