ચિદમ્બરમે રજૂ કરી અર્થવ્યવસ્થાની ગુલાબી તસવીર

Posted By: Super
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 માર્ચઃ નાણામંત્રી પી. ચિદમ્બરમે ઘરેલું અર્થવ્યવસ્થાની ગુલાબી તસવીર રજૂ કરતા આજે કહ્યું કે રાજકોષીય અને ચાલુ ખાતની ખોટ કાબુમાં આવી ગઇ છે અને અર્થવ્યવસ્થા 18 મહિના પહેલાની સ્થિતિની સરખામણીએ વધું સ્થિર છે.

ચિદમ્બરમે અહીં રિઝર્વ બેન્ક કેન્દ્રીય નિદેશક મંડળની બેઠક બાદ પત્રકાર સમ્મેલનમાં કહ્યું કે, અર્થવ્યવસ્થા આજે 18 મહિના પહેલાની સરખામણીએ વધું સ્થિરછે. તે સબ ડોલરની સામે રૂપિયાની મજબૂતી અને એફડીઆઇ તથા એફઆઇઆઇ બન્ને તરફથી રોકાણકારોની વધતી રૂચિને જોતા પ્રતિબિંબિત થઇ રહ્યું છે. ચિદમ્બરમે 18 મહિના પહેલા ઑગસ્ટ 2012માં નાણામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું કે, 2013-14 માટે રાજકોષીય ખોટના લક્ષ્યને હાંસલ કરી લેવામાં આવ્યો છે અને ચાલુ ખાતાની ખોટ 40 અરબ ડોલર નીચે રહેશે.

તેમણે કહ્યું કે, મને એ કહેતા ખુશી છે કે રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોથી એકબીજાને મદદ મળી રહી છે અને અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવાનો જે લક્ષ્ય 18 મહિના પહેલા રાખવામાં આવ્યો હતો તે પૂર્ણ થયો છે.

નવા બેન્ક લાઇસન્સ અંગે લેવાશે મંજૂરી

નવા બેન્ક લાઇસન્સ અંગે લેવાશે મંજૂરી

સવાંદદાતા સમ્મેલનમાં રિઝર્વ બેન્ક ગવર્નર રઘુરામ રાજને નવા બેન્ક લાઇસેન્સ જારી કરવા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે આ વખતે કેન્દ્રીય બેન્ક આગામી કેટલાક સપ્તાહમાં નિર્ણય કરશે. આ માટે નિર્વાચન આયોગ પાસેથી મંજૂરી લેવામાં આવશે.

તો સપ્તાહની અંદર થઇ જશે કામ પૂર્ણ

તો સપ્તાહની અંદર થઇ જશે કામ પૂર્ણ

રાજને કહ્યું કે, મને લાગે છે કે જો બધુ વ્યવસ્થિત રહ્યું તો અમે નવા બેન્ક લાઇસન્સનું કામ થોડાક સપ્તાહની અંદર કરી લઇશું. જોકે રાજને તેની સાથે એ પણ જોડ્યું કે રિઝર્વ બેન્ક આ માટે પહેલા ચૂંટણી પંચ પાસે જશે તેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ચૂંટણી દરમિયાન લાગૂ આદર્શ આચાર સિંહતાનું ઉલ્લઘંન તો નથી થઇ રહ્યું ને.

ભારતે મૂલ્ય સ્થિરતા હાંસલ કરવી પડશે

ભારતે મૂલ્ય સ્થિરતા હાંસલ કરવી પડશે

સામાન્ય ચૂંટણી કાર્ક્રમની ઘોષણા 5 માર્ચે શરૂ થયા બાદ આચાર સહિંતા લાગી ગઇ છે. અર્થવ્યવસ્થાની વાત કરતા ચિદમ્બરમે કહ્યું કે ભારતે મૂલ્ય સ્થિરતા અને આર્થિક વૃદ્ધિ અવશ્ય હાંસલ કરવી પડશે. જે દેશના લોકો ઇચ્છે છે અને તે તેના અધિકારી પણ છે. ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર અને રિઝર્વ બેન્ક એકબીજા સાથે મળીને કામ કરતા આ લક્ષ્યોને હાંસલ કરી લેશે.

રિઝર્વ બેન્કને કોઇ ભલામણ નથી કરી

રિઝર્વ બેન્કને કોઇ ભલામણ નથી કરી

સોનાની આયાત પર લાગૂ પ્રતિબંધોમાં ઢીલ આપવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, તે અંતિમ આંકડા આવ્યા બાદ તેના પર વિચાર કરશે. બેન્ક લાઇસેન્સની ભલામણો પર ચિદમ્બરમે કહ્યું કે તેમને આ અંગે રિઝર્વ બેન્કને કોઇ ભલામણ નથી કરી.

સમિતિની રિપોર્ટ રિઝર્વ બેન્ક પાસે છે

સમિતિની રિપોર્ટ રિઝર્વ બેન્ક પાસે છે

ચિદમ્બરમે કહ્યું કે અમે જાલાન સમિતિ બનાવી છે. સમિતિની રિપોર્ટ રિઝર્વ બેન્ક પાસે છે. મે એ રિપોર્ટ જોઇ નથી. રિઝર્વ બેન્ક તેના પર ઉચિત નિર્ણય લેશે. જો ક્યારેક ગવર્નર રિપોર્ટ અંગે મને કંઇ બતાવે છે તો મને એ સાંભળવામાં ખુશી થશે, પરંતુ હું કંઇ કહેવા માગતો નથી.

English summary
Economy more stable than 18 months ago: Chidambaram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.