For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ પેરેન્ટ્સ આપે છે બાળકોને મની એજ્યુકેશન

|
Google Oneindia Gujarati News

father-daughter
દરેક માતા-પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ આપવાના પ્રયત્નો કરે છે. તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો સારું અને ઊચ્ચ શિક્ષણ મેળવીને સારી વ્યક્તિ બને અને ઉત્તરોત્તર વિકાસ કરે. પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે માતા-પિતા તેમને પુસ્તકિયા શિક્ષણની સાથે રમત-ગમત, સંગીત, નૃત્ય વગેરે પણ શીખવાડે છે. આમ કરવા પાછળનો વાલીઓનો હેતુ પોતાના બાળકને ઓલરાઉન્ડર બનાવવાનો હોય છે. દરેક માતા-પિતાનું સપનું આવું જ હોય છે અને તેઓ આ માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ શું તમે તમારા બાળકોને પૈસાની કિંમત સમજાવવાનું શિક્ષણ અટલે કે મની એજ્યુકેશન આપ્યું છે? કદાચ હજી શરૂ નહીં કર્યું હોય. ખૂબ ઓછા માતા-પિતા પોતાના બાળકોને મની એજ્યુકેશન આપે છે.

પૈસાની કિંમત અંગે અમારો અર્થ પૈસાના મહત્વ અંગે નહીં પણ પૈસાની બચત અંગે છે. જો આપ ઇચ્છો છો કે આપના બાળકો મોટા થઇને પૈસાની કદર કરતા શીખે અને પૈસાની બચત કરે તો નીચેની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોને અત્યારથી જ મની એજ્યુકેશન આપવું જરૂરી છે.

- આપના બાળકોને એ જ દિવસથી પૈસાનો હિસાબ રાખવાનું શીખવવાનું શરૂ કરો જે દિવસથી તેઓ સરવાળો અને બાદબાકી શીખવાનું શરૂ કરે છે. તેમને વાર્તા અને રમતના માધ્યમથી પૈસાના મહત્વ અંગે શીખવાડો.

- જેમ જેમ બાળકો મોટા થાય તેમ તેમ તેમની માંગણીઓ વધતી જાય છે. તેમને પૈસાની કિંમત સમજાવો અને ઘર ચલાવવા માટે પોતાના સંઘર્ષની વાતો જણાવો. તેમને સમજાવો કે પૈસા કમાવા કેટલા અઘરા છે. આ સાથે તેમને ઇમાનદારી પૂર્વક પૈસા કમાવાનું અને ખર્ચવાનું શીખવો.

- બાળકોની કેટલીક માંગળીઓ સંતોષવા લાયક હોતી નથી. તેમને સમજાવો કે તેમની ચોક્ક્સ માંગણીઓ શા માટે અયોગ્ય છે અને તેથી પૂરી કરી શકાય એમ નથી.

- તેમને પોતાની દરેક જરૂરિયાત માટે નિશ્ચિત રકમ આપો. તેમને વિકલ્પ આપવાનો પ્રયત્ન કરો. તેમને જણાવો કે તેઓ જેટલા પૈસા બચાવીને લાવશે તેને પિગી બેંકમાં મૂકવામાં આવશે.

- મોટા બાળકોને દર મહિને કે સપ્તાહે પોકેટમની આપવામાં આવે છે. તેમના ખર્ચ પર કડક નજર રાખવી જોઇએ. તેમને પોતાના ખર્ચની યાદી બનાવવાનું કહો અને તમે તે નિયમિત ચેક કરો. આ માટે તેમને સમજાવો કે આમ કરવાથી તેમનું જ ભલું થશે અને ભવિષ્યમાં તેઓ મોટી બચત કરવા સક્ષમ બનશે.

- આપનું બાળક સારી બચત કરે છે તો કોઇ ગિફ્ટ આપી તેને પ્રોત્સાહિત કરો.

- ક્યારેક બાળકો પાસેથી ઉધાર લો અને રકમ વ્યાજ સાથે પરત કરો. આમ કરવાથી બાળકો વધારે બચત કરવા પ્રેરાશે. આમ કરવાથી માર્કેટમાં વ્યાજ મેળવીને પૈસા કેવી રીતે મેળવી શકાય છે એનો તેમને ખ્યાલ આવશે.

- બચત અને આર્થિક લેવેડ દેવડ અંગેના બાળકોના તમામ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો.

- દરેક સમયે બાળકોને લાભ ના કરાવવો. ક્યારેક ખોટ ખાવા દેવી. આમ થવાથી તેઓ શીખશે કે ખોટ જાય તો કેવી પરિસ્થિતિ થાય છે.

English summary
Educate your children about money planning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X