Elon Musk Tesla : ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થવાની સંભાવના લગભગ ખતમ, જાણો કેમ?
Elon Musk Tesla : છેલ્લા ઘણા સમયથી એલોન મસ્કની ટેસ્લા ભારત આવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. હવે અહેવાલો છે કે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અટકી શકે છે.
ટેસ્લાની ભારતમાં રોકાણની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રો અનુસાર, એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપનીના અધિકારીઓએ ભારત સરકાર સાથે વાતચીત બંધ કરી દીધી છે.

બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, એલોન મસ્ક અત્યારે ભારતમાં ટેસ્લા રોકાણને આગળ ધપાવે તેવી અપેક્ષા નથી. દાવો કરવામાં આવ્યો છે કે એપ્રિલના અંતમાં ભારતની મુલાકાત મુલતવી રાખ્યા બાદ એલોન મસ્કની ટીમે નવી દિલ્હી સાથે વધુ વાતચીત કરી નથી.
અહેવાલમાં કહેવાયુ છે કે, સરકારને કહેવામાં આવ્યું છે કે ટેસ્લાને મૂડીની સમસ્યા છે અને નજીકના ભવિષ્યમાં ભારતમાં નવું રોકાણ કરવાની યોજના નથી.
ટેસ્લાએ વૈશ્વિક ડિલિવરીમાં સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો નોંધાવ્યો છે અને ચીનમાં વધતી સ્પર્ધાનો સામનો કરી રહી છે ત્યારે આ અહેવાલ આવ્યો છે.
એપ્રિલમાં એલોન મસ્કે મોટા પ્રમાણમાં સ્ટાફ કાપની જાહેરાત કરી હતી. EV નિર્માતાનું વર્ષોમાં પ્રથમ નવું મોડેલ સાયબરટ્રક ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો કરી રહ્યું હોવાના અહેવાલ છે.
એલોન મસ્કે એપ્રિલમાં ભારતની આયોજિત મુલાકાત રદ કરી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકનો સમાવેશ થતો હતો. ટેસ્લા ખાતે તાકીદના મુદ્દાઓને ટાંકીને એલોન મસ્કએ કહ્યું કે, તે અગાઉ જાહેરાત કર્યા મુજબ ભારત આવી શકશે નહીં.












Click it and Unblock the Notifications
