For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi Sarkar: ચૂંટણી પહેલા બે મોટી આર્થિક સફળતા, એક જગ્યાએ ઝટકો

ચૂંટણી પહેલા મોદી સરકારને આર્થિક ક્ષેત્રે બે સારી સફળતા મળી છે, જો કે એક ઝટકો પણ લાગ્યો છે. રોજગારી અંગેના આંકડામાં ખુલાસો થયો છે કે જાન્યુઆરી 2019માં એક રેકોર્ડ બન્યો છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પહેલા મોદી સરકારને આર્થિક ક્ષેત્રે બે સારી સફળતા મળી છે, જો કે એક ઝટકો પણ લાગ્યો છે. રોજગારી અંગેના આંકડામાં ખુલાસો થયો છે કે જાન્યુઆરી 2019માં એક રેકોર્ડ બન્યો છે. જાન્યુઆરી દરમિાયન છેલ્લા 17 મહિનાની સૌથી વધુ રોજગારી સર્જાઈ છે. તો સરકારે 31 માર્ચ પહેલા પોતાનું રોકાણનું લક્ષ્ય પણ પાર કરી દીધું છે. જેનાથી સરકારની ફિઝિકલ ડેફિસિટ પણ ઘટશે. જો કે ખરાબ સમાચાર એ છે કે ફિંચના એક રિપોર્ટમાં ભારતના જીડીપી ગ્રોથ રેટનું પૂર્વાનુમાન ઘટાડાયું છે.

ચૂંટણી સમયે આવી શકે છે નવા સમાચાર

ચૂંટણી સમયે આવી શકે છે નવા સમાચાર

ચૂંટણી સમયે બેરોજગારી એક મોટો મુદ્દો બને છે. ત્યારે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનને જાહેર કરેલા આંકડા સરકાર માટે મદદગાર સાબિત થઈ શકે છે. સાથ જ સરકાર ફિઝિકલ ડેફિસિટ કંટ્રોલમાં રાખવાના મુદ્દાને પણ પોતાની ઉપલબ્ધી ગણાવી શકે છે. પરંતુ વિદેશી કંપની ફિંચના રિપોર્ટને હથિયાર બનાવી શકે છે.

EPFOનો રિપોર્ટ

EPFOનો રિપોર્ટ

EPFOના પેરોલ ડેટા પરથી જાન્યુઆરીમાં ફોર્મલ સેક્ટરમાં નેટ એમ્પલોઈટમેન્ટ જનરેશન 8.96 લાખ થયું હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરીમાં 8.96 લાખ લોકોને ઔપચારિક ક્ષેત્રમાં નોકરીઓ મળી છે. 1313 ટકાના વધારા સાથે આ વધારો છેલ્લા 17 મહિનાનો સૌથી વધુ છે. ગત વર્ષે જાન્યુઆરીમાં 3.87 લાખ લોકો ઈપીએફઓના સબસ્ક્રાઈબર હતા. જો કે EPFO પાસે એપ્રિલ 2018 સુધીનો જ ડેટા છે. પરંતુ જો સપ્ટેમબર 2017થી ડિસેમ્બર 2018 વચ્ચેની વાત કરીએ તો કુલ જોબ જેટા 6.6 ટકા ઓછો એટલે કે 67.52 લાખ હતો. જ્યારે પહેલાનો અનુમાનિત ડેટા 72.32 લાખ હતો. માર્ચ 2018માં EPFOના સબસ્ક્રીપ્શનમાં 29,023 લોકો ઘટ્યા હતા.

લક્ષ્યથી વધુ ડિસઈન્વેસ્ટમેન્ટ

લક્ષ્યથી વધુ ડિસઈન્વેસ્ટમેન્ટ

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીના કહેવા પ્રમાણે સરકારે હાલના નાણાકિય વર્,માં 80 હજાર કરોડના ટાર્ગેટની સામે 85 હજાર કરોડ રૂપિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. સરકારનો દાો છે કે હાલના નાણાકીય વર્ષમાં 5 હજાર કરોડ રૂપિયાનું વધુ ડિસઈન્વેસ્ટમેન્ટ થયું છે. આગામી વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ 90 હજાર કરોડ રખાયો

ફિચે ઘટાડ્યું જીડીપી ગ્રોથનું પૂર્વાનુમાન

ફિચે ઘટાડ્યું જીડીપી ગ્રોથનું પૂર્વાનુમાન

હાલના નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડ્યું છે. 3 મહિના બાદ ફિચે રેટિંગમાં આગામી નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન લગાવ્યું છે. ફિચના રિપોર્ટ પ્રમાણે 2019-20 ભારતનો જીડીપી 7 ટકાથી ઘટીને 6.8 ટકા રહેશે. મહત્વની વાત એ છે કે હાલના નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોત 7.8થી 7.2 ટકા વચ્ચે રહ્યો છે. રેટિંગ્સ એજન્સી પ્રમાણે જીડીપીની આશા કરતા ઓછો રહી શકે છે. જો કે આ જ રિપોર્ટ પ્રમાણે 2020-21માં જીડીપી ફરીએકવાર 7 ટકાથી વધીને 7.1 ટકા રહી શકે છે.

English summary
epfo data says got more jobs disinvestment target is complete
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X