For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્રિલ-જૂલાઇ મહિનામાં 80 લાખ નોકરિયાતોએ પીએફ અકાઉન્ટમાંથી 30 હજાર કરોડ ઉપાડ્યા

એપ્રિલ-જૂલાઇ મહિનામાં 80 લાખ નોકરિયાતોએ પીએફ અકાઉન્ટમાંથી 30 હજાર કરોડ ઉપાડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોકરિયાતો માટે ઇપીએફ ખાતું અતિ મહત્વનું હોય છે. પગારમાંથી સેવિંગ થાય કે ના થાય પરંતુ ઇપીએફ ખાતા અંતર્ગત કપાયેલ રકમ રિટાયરમેન્ટ ટાણે કર્મચારીને જબરો લાભ પહોંચાડતી હોય છે. પરંતુ આ એપ્રિલ- જૂલાઇમાં 80 લાખ જેટલા નોકરિયાતોએ પોતાના પીએફ અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા શરૂ કરી દીધા હતા. માત્ર ત્રણ મહિનામાં જ 30 હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. તેને કારણે હવે નાણાકીય વર્ષ 2021માં જબરી અસર પડનાર છે.

PF

EPFOના અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે સામાન્ય ઉપાડ કરતાં આ વખતે એપ્રિલ-જુલાઇમાં થયેલો ઉપાડ જબરો હતો. દેખીતું છે કે કોરોના મહામારીને કારણે ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે જેને કારણે પીએફ અકાઉન્ટમાં થતા ઉપાડમાં વધારો નોંધાયો છે.

EPFOના અધિકારીએ કહ્યું કે, "30 લાખ નોકરિયાતોએ કોવિડ વિન્ડો અંતર્ગત 8 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે જ્યારે 50 લાખ સભ્યોએ મુખ્યત્વે મેડિકલ એડવાન્સ તરીકે 22 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે."

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારતને લૉકડાઉન કર્યાના તરત જ પીએફ ઉપાડ માટે કોવિડ વિન્ડો ઓપન કરવાની ઘોષણા કરી હતી. હજી પણ કોરોના જેટલી ગતિએ આગળ વધી રહ્યો છે તેટલી જ ગતિએ કર્મચારીઓ પોતાના પીએફ અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી રહ્યા છે. આગામી દિવસમાં 10 લાખ જેટલા સબ્સક્રાઇબર્સ પીએફ અમાઉન્ટ પાડે તેવી EPFOને અપેક્ષા છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ 5 કરોડનું દાન આપશેઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ 5 કરોડનું દાન આપશે

English summary
EPFO subscribers withdrawn 30,000 crores during April to July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X