ફેબ્રુઆરીમાં આવી રહ્યો છે સોનીનો આ શાનદાર સ્માર્ટફોન
સ્માર્ટફોન નિર્માતા કંપની સોની સીઇએસ 2014માં પોતાનો એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાનું વિચારી રહી છે. આ સાથે જ આ જાપાનીઝ ફોન નિર્માણ કંપની પોતાનો નવો સ્માર્ટફોન ગ્લોબલ પોટેન્શિયલ માર્કેટ્સમાં રજૂ કરશે, જેમાં ભારત પણ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સોની ભારતમાં પોતાના આ નવા સ્માર્ટફોન એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટને ફેબ્રુઆરી મહિનાના મધ્યાંતરમાં લોન્ચ કરી શકે છે.
કંપની દ્વારા હજું સુધી પોતાના નવા સ્માર્ટફોનની કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેથી તેની કિંમત અંગે વાત કરવી અત્યારે ઉચીત નહીં કહેવાય, તેમ છતાં છેલ્લા કેટલાક સમયમાં લોન્ચ થયેલા મોબાઇલની કિંમત પરથી અંદાજો લગાવવામાં આવે તો, સોનીના આ નવા મોબાઇલની ભારતીય બજારમાં કિંમત 35 હજાર રૂપિયાની આસપાસ હશે. એક્સપીરિયા ઝેડ1ની કિંમત 40 હજાર રૂપિયા હતી, તેથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટની કિંમત 35થી 36 હજારની આસપાસ હશે. તો ચાલો તસવીરો થકી જાણીએ સોની પોતાના નવા એક્સપીરિયા ઝેડ1 કોમ્પેક્ટમાં કેવા કેવા ફીચર આપી રહી છે.

સ્ક્રીન
4.3 ઇન્ચ આઇપીએસ ડીસ્પલે 720p રીઝોલ્યુશન

ઓએસ
4.3 જેલીબીન એન્ડ્રોઇડ

પ્રોસેસર
2.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર

રેમ
2 જીબી રેમ

મેમરી
16 જીબી રોમ અને એક્સપાન્ડેબલ

કેમેરા
20.7 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

બેટરી
2300 એમએએચ બેટરી

અન્ય ફીચર
બ્લુટૂથ, 3જી, એફએમ રેડિયો

ખાસ ફીચર
વોટરપ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ












Click it and Unblock the Notifications
