ફેસબુક એકાઉન્ટના કારણે આપને લોન મેળવવામાં થઇ શકે છે મુશ્કેલી

Posted By:
Subscribe to Oneindia News

વોશિંગ્ટન, 10 જાન્યુઆરી: આપ એ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે લોન આપનારી કંપનીઓ લોન આપતા પહેલા આપના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટની તપાસ કરી રહી છે. ખરેખર, કંપનીઓ આપના સોશિયલ એકાઉન્ટ દ્વારા એ તપાસ કરી રહી છે કે તમને લોન આપવી યોગ્ય રહેશે કે નહીં.

અત્રે નોંધનીય છે કે આ પ્રક્રિયા એ કંપનીઓ જેવી જ છે જે કોઇ વ્યક્તિને પોતાને ત્યાં નોકરીએ રાખતા પહેલા તેમના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ એકાઉન્ટની તપાસ કરે છે. આનાથી એ માલૂમ પડે છે કે આ વ્યક્તિ અસલમાં કેવી છે.

facebook
ખરેખર બ્રિટેન અને અમેરિકામાં પહેલા જ લોન આપનારી કેટલીક નાની કંપનીઓ ગ્રાહકોના સોશિયલ એકાઉન્ટની ચકાસણી કરી લેતી હતી. પરંતુ ધીરે ધીરે આ ટ્રેન્ડ મોટી બેન્કોમાં પણ લાગુ થઇ ગયો છે. લોન આપનારી કંપનીઓ સ્પષ્ટપણે એવું માને છે કે કોઇ પણ વ્યક્તિના ચરિત્રને જાણવું હોય તો તેનું સોશિયલ એકાઉન્ટ જોઇ લેવું ફળદાઇ સાબિત થાય છે.

ખાસ કરીને દરેક લોકો પોતાની નાની નાની વાતો અને ઇસ્યુને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તુરંત શેર કરી દે છે. માટે જો તમે લોન માટે એપ્લાય કર્યું હોય અને મીનવાઇલમાં તમારી નોકરી કોઇ કારણે જતી રહે અને તમે ફેસબુક પર મિત્રોને જાણ કરવા આપી પોસ્ટ કરશો તો તમને લોન મળવામાં ખલેલ પડી શકે છે. 

English summary
Facebook account can affect to you for getting loan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.